અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રમાયેલી વર્લ્ડકપ ક્રિકેટ ફાઈનલમાં
ટીમ ઈન્ડિયાના ટોપ બેટરો ગીલ, ઐય્યર, જાડેજા, સૂર્યકુમાર નિષ્ફળ: સ્પિનરોનું નબળું પ્રદૃર્શન:હેડની શાનદૃાર સદૃી
વર્લ્ડકપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રવિવારે રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બેટર હેડ અને લબુસેન એ શાનદૃાર બેટીંગ કરી ઓસ્ટ્રેલિયાને ભવ્ય વિજય અપાવ્યો હતો. હેડ એ ઝમકદૃાર સદૃી ફટકારી હતી. આ મહા મુકાબલાને નિહાળવા વડાપ્રધાન મોદૃી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેડિયમ ખાતે ક્રિકેટ પ્રેમીઓનો મહાસાગર જોવા મળ્યો હતો. મેચમાં મળેલી હાર બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ટીમનો જુસ્સો ટકાવી રાખતા જણાવ્યું હતું કે મેચ ભલે હાર્યા પણ સમગ્ર દૃેશ તથા અમે તમારી સાથે જ છીએ.
અત્રેના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે આજે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કંપની ફાઈનલ મેચમાં ભારત ૫૦ ઓવરમાં ૨૪૦ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટે ૨૪૧ રન બનાવી ભારતને ૬ વિકેટેથી પરાજય આપી વિશ્ર્વ ચેમ્પીયન બન્યું હતું.
ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમીન્સે આજે ટોસ જીતીને કાળી માટીની પીચ ઉપર ભારતને બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલ મેદૃાનમાં ઉતર્યા હતા રોહિતે આક્રમક બેટીંગ કરી હતી પરંતુ ટીમના ૩૦ રન ના જુમલે શુભમન ગીલ ૪ રન બનાવી સ્ટાર્કની બોલીંગમાં જમ્પાના હાથમાં ઝીલાયો હતો.
આક્રમક બેટીંગ કરી રહેલો રોહિત શર્મા ૩૧ બોલમાં ૩ સીક્સર અને ૪ ચોક્કાની મદૃદૃથી ૪૭ રન બનાવી મેક્સવેલની બોલીંગમાં હેડના હાથમાં સપડાયો હતો તુરત જ શ્રેયસ ઐય્યર પણ ૪ રન બનાવી કમીન્સની બોલીંગમાં ઈંગ્લીશના હાથમાં ઝીલાયો હતો. કોહલી અને રાહુલે ૬૭ રનની ભાગીદૃારી નોંધાવી હતી.
ધીમી વિકેટ પર કોહલી ધૈર્ય પૂર્ણ ૬૩ બોલમાં ૪ ચોકાકાની મદૃદૃથી ૫૪ રન બનાવી કમીન્સની બોલીંગમાં બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજા પણ ૯ રન બનાવી હેઝલવુડની બોલીંગમાં ઈંગ્લીશના હાથમાં ઝીલાયો હતો. ટીમના ૨૦૩ રનના જુમલે રાહુલ ૧૦૭ બોલમાં ૬૬ રન બનાવી સ્ટાર્કની બોલીંગમાં ઈંગ્લીશના હાથમાં ઝીલાયો હતો.
ત્યારબાદૃ શામી ૬ રન બનાવી સ્ટાર્કની બોલીંગમાં ઈંગ્લીશના હાથમાં ઝીલાયો હતો. બુમરાહ ૧ રન બનાવી જમ્પાની બોલીંગમાં લેગબીફોર થયો હતો. સૂર્યકુમાર પણ ફરીથી નિષ્ફળ ગયો હતો અને ૧૮ રન બનાવી હેઝલવુડની બોલીંગમાં ઈંગ્લીશના હાથમાં સપડાયો હતો. ટીમના ૨૪૦ રનના જુમલે કુલદૃીપ યાદૃવ ૧૦ રન બનાવી રન આઉટ થયો હતો, શીરાજ ૯ રન બનાવી અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ વધારાના ૧૨ રન આપ્યા હતા આમ ભારતના ૫૦ ઓવરમાં ૨૪૦ રન થયા હતા.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્ર્કે-૩, હેઝલવુડ અને કમીન્સે ૨-૨ તેમજ મેક્સવેલ, જમ્પાએ ૧-૧ વિકેટ લીધી હતી.
ઓપનર ડેવીડ વોર્નર અને હેડ મેદૃાનમાં ઉતર્યા હતા પરંતુ વોર્નર ફક્ત ૭ રન બનાવી મહંમદૃ સામીની બોલીંગમાં કોહલીના હાથમાં ઝડપાઈ ગયો હતો, ત્યારબાદૃ મીચેલ માર્શ પણ ૧૫ રન બનાવી બુમરાહની બોલીંગમાં રાહુલના હાથમાં સપડાયો હતો. ટીમના ૪૭ રનના જુમલે ૪ રન બનાવી બુમરાહની બોલીંગમાં લેગબીફોર થયો હતો. આ તબક્કે ભારતનું પલડુ ભારે હોવાનું નજરે પડતું હતુ.
પરંતુ ઓપનર ટ્રેવીસ હેડ અને લબુસેને શાનદૃાર બેટીંગ કરી ટીમને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ બન્ને બેટસમેનોએ ૧૯૨ રનની ભાગીદૃારી નોંધાવી હતી. હેડ એ ૧૨૦ બોલમાં ૪ સીક્સર અને ૧૫ ચોક્કાની મદૃદૃથી ૧૩૭ રન બનાવ્યા હતા. તે સીરાજની બોલીંગમાં ગીલના હાથમાં સપડાયો હતો, લબુસેન ૫૮ રને અને મેક્સવેલ ૨ રને અણનમ રહ્યા હતા. ભારતે વધારાના ૧૮ રન આપ્યા હતા આમ ઓસ્ટ્રેલિયાએ ૪ વિકેટે ૨૪૧ રન બનાવી ૬ વિકેટથી વિજય મેળવ્યો હતો.
બુમરાહે-૨, સામી અને સીરાજે ૧-૧ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાં સતત ૬ઠ્ઠી વાર વર્લ્ડકપ ચેમ્પીયન બન્યું હતું.