કેન્દ્રીય કર્મચારીઓને મળશે નવા વર્ષમાં ૨ મોટી ખુશખબર

કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ભેટ મળશે તો હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાનો છે

કેન્દ્રીય કર્મચારીઓ માટે નવુ વર્ષ ખુબ ખાસ રહેવાનું છે. નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએની ભેટ મળશે તો હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA )પણ વધવાનું છે. સાતમાં પગાર પંચની ભલામણ અનુસાર છ મહિનાના આધાર પર વર્ષમાં ૨ વખત કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. પાછલો વધારો જુલાઈ-ડિસેમ્બર છ મહિના માટે ઓક્ટોબર ૨૦૨૩માં થયો હતો.
જેમાં ૪ ટકાનો વધારો થયો હતો. આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૪૨ ટકાથી વધી ૪૬ ટકા થઈ ગયું છે.
અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે જાન્યુઆરી-જૂન ૨૦૨૩ના છ મહિના માટે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત માર્ચ મહિનામાં થઈ શકે છે.
અત્યારના માહોલ પ્રમાણે માનવામાં આવી રહૃાું છે કે સરકાર ફરી ૪ ટકાનો વધારો કરી શકે છે. જો તેમ થાય તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ૫૦ ટકા થઈ જશે. આ સાથે કેન્દ્રીય કર્મચારીઓના HRA માં પણ વધારો થશે.
સાતમાં પગાર પંચની ભલામણોમાં જ્યારે મોંઘવારી ભથ્થું ૫૦ ટકા કે તેનાથી વધુ થાય ત્યારે HRA ને રિવાઇઝ કરવાની જોગવાઈ છે. HRA વધારવા માટે ત્રણ કેટેગરી હેઠળ શહેર X,Y & Z માં વિભાજીત કરવામાં આવ્યા છે. જો કર્મચારી ઠ કેટેગરીના શહેરમાં રહે છે તો તેનું એચઆરએ વધી ૩૦ ટકા થઈ જશે. આ રીતે રૂ કેટેગરી માટે ૨૦ ટકા અને ઢ કેટેગરી માટે એચઆરએમાં ૧૦ ટકાનો વધારો થશે.
વર્તમાનમાં X,Y & Z ના શહેરો-મેટ્રોમાં રહેતા કર્મચારીઓને ક્રમશ: ૨૭, ૧૮ અને ૯ ટકા એચઆરએ મળી રહૃાું છે. કહેવાનો અર્થ છે કે એચઆરએ અને ડીએમાં વધારા બાદૃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદૃો થવાનો છે.

રિલેટેડ ન્યૂઝ