વર્લ્ડકપ ફાઈનલની ટિકિટનો ભાવ બ્લેક માર્કેટમાં ૧.૫૦ લાખ

એક કાળાબજારિયાની ધરપકડ કરાઈ

કોઈ બોગસ ટિકિટ વેચાઈ છે કે નહીં તેની ચકાસણી કરાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાઈ રહી હતી ત્યારે ક્રિકેટના કાળાબજાર પણ નવો રેકોર્ડ બનાવી રહૃાા હતા. મેચની ટિકિટનો દૃર આમ તો એક હજાર રૂપિયાથી લઈને ૨૫,૦૦૦ સુધી હોય છે, પરંતુ ટિકિટના દૃર એકથી દૃોઢ લાખ સુધી પહોંચી ગયા હતા. ક્રિકેટચાહકો જ્યારે ઓનલાઈન ટિકિટ ખરીદૃવા પ્રયાસ કરે ત્યારે તેમને બધી ટિકિટ બૂક બતાવે છે, પરંતુ વાસ્તવમાં ઘણા લોકોએ ટિકિટ કોર્નર કરી લીધી હતી અને હવે ૧૦થી ૨૦ ગણા ભાવે વેચી રહૃાા હતા. અમદૃાવાદૃ પોલીસે બ્લેકમાં ટિકિટ વેચવાના આરોપસર એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ત્રણને રાઉન્ડઅપ કર્યા છે.
વર્લ્ડ કપની હાઈ-વોલ્ટેજ મેચ માટે ટિકિટના કાળાબજાર કરવા બદૃલ બોડકદૃેવ પોલીસે ૨૧ વર્ષના એક યુવાન મિલન મુલચંદૃાણીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે બાગબાન પાર્ટીપ્લોટ પાસે ટિકિટના કાળાબજાર થાય છે. ત્યારબાદૃ એક ફ્રુટ શોપ નજીકથી મુલચંદૃાણીને પકડવામાં આવ્યો હતો. તેની પાસેથી ૬૦૦૦ હજાર રૂપિયાની એક એવી ત્રણ ટિકિટ પકડાઈ હતી જ્યારે ૩૫૦૦ રૂપિયાની બે ટિકિટો મળી હતી. મુલચંદૃાણીએ કહૃાું કે તેણે ઓનલાઈન ટિકિટો ખરીદૃી હતી અને હવે બ્લેકમાં વેચતો હતો જેથી ભારે નફો થઈ શકે.
આ વિશે અમદૃાવાદૃના પોલીસ કમિશ્ર્નર જી એસ મલિકે જણાવ્યું કે ગેરકાયદૃે રીતે બ્લેકમાં ટિકિટ વેચવા બદૃલ પોલીસે બે લોકોને રાઉન્ડઅપ કર્યા છે અને તેમની પૂછપરછ ચાલે છે.પોલીસે જણાવ્યું કે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ટિકિટોનું વેચાણ થાય છે. ક્રિકેટ ચાહકોમાં આ મેચ માટે એટલો બધો હાઈપ ઉભો કરવામાં આવ્યો છે કે લોકો કોઈપણ ભોગે આ મેચ સ્ટેડિયમમાં જઈને જોવા માંગે છે. સત્તાવાર રીતે જે ટિકિટનો ભાવ ૧૦ હજાર રૂપિયા છે તેનો ભાવ કેટલાક લોકો એક લાખ રૂપિયા સુધી લગાવે છે જ્યારે અમુક પ્લેટફોર્મ પર ૧.૨૦ લાખથી ૧.૫૦ લાખ સુધીનો દૃર ચાલે છે. પોલીસે હૃાુમન ઈન્ટેલિજન્સની મદૃદૃથી આવા ટિકિટ વેચનારાઓઓને પકડવા પ્રયાસ ચાલુ કરી દૃીધા છે.
પોલીસ કમિશ્ર્નર મલિકે કહૃાું કે ભારત પાકિસ્તાન મેચથી વિપરીત આ મેચમાં કોઈ બનાવટી ટિકિટ નથી પકડાઈ. જોકે, રવિવારે દૃરેક ટિકિટની વ્યવસ્થિત ચકાસણી કરીને ત્યાર પછી જ પ્રેક્ષકને અંદૃર જવા દૃેવામાં આવશે. ભારત પાકિસ્તાનની મેચ માટે પણ ટિકિટની એટલી બધી ડિમાન્ડ હતી કે એક યુવાને બોગસ ટિકિટો પ્રિન્ટ કરીને તેને વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તે ટિકિટમાં કેટલીક સ્પેિંલગની ભૂલો રહી જતા પોલીસને શંકા ગઈ હતી અને તપાસ કરવામાં આવતા આખો મામલો બહાર આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ