વર્લ્ડકપ ફાઈનલ મેચ વચ્ચે મોહમ્મદૃ શમીના માતાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ક્રિકેટ વર્લ્ડકપ-૨૦૨૩ મેચ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદૃ શમી ની માતા અંજુમ આરા ની તબીયત લથડી છે અને તેમને ઉત્તર પ્રદૃેશની અમરોહાની હોસ્પિટલમાં દૃાખલ કરાયા છે. હાલ તેઓ કયા કારણોસર અસ્વસ્થ થયા છે, તેની માહિતી સામે આવી નથી. હાલ શમીની માતા પાસે તેમની પુત્રી છે.
તબીયત લથડતા પહેલા શમીની માતાએ સવારે પુત્ર અને ટીમ ઈન્ડિયાની જીત માટે દૃુઆઓ માંગી. શમીની માતા અંજુમ આરાએ કહૃાું કે, આજે સવારે જ શમી સાથે વાત થઈ હતી અને તેણે દૃરેકના ખબર-અંતર પુછ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ