ICCએ જાહેર કરી 2023 વર્લ્ડકપ માટેની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11, છ ભારતીયોને સ્થાન મળ્યું, રોહિત શર્મા કેપ્ટન

વર્લ્ડ કપની સમાપ્તિ બાદ ICCએ ટૂર્નામેન્ટની સર્વશ્રેષ્ઠ ટીમની પસંદગી કરી છે. ટીમની કમાન ભારતીય કેપ્ટન રોહિત શર્માને સોંપવામાં આવી છે. આ સાથે જ છ ભારતીય ખેલાડીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયામાંથી માત્ર બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાના એક-એક ખેલાડી આ ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.જણાવી દઈએ કે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડના કોઈ ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી.

ભારતીય ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાને આ ટીમમાં સ્થાન મળ્યું છે. ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ અને એડમ ઝમ્પાને પણ સ્થાન મળ્યું છે. ઉલેલ્ખનીય છે કે આ પસંદગી પેનલમાં કાસ નાયડુ, ઈયાન બિશપ, શેન વોટસન (કોમેન્ટેટર), વસીમ ખાન (આઈસીસી જનરલ મેનેજર, ક્રિકેટ) અને સુનીલ વૈદ્ય (પત્રકાર) સામેલ હતા.

ડી કોકે બીજા ઓપનરને પસંદ કર્યો
બીજા ઓપનર તરીકે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકની પસંદગી કરવામાં આવી છે.

કોહલી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો હતો
વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતનાર વિરાટ કોહલીને પણ ટીમમાં જગ્યા મળી છે. તેણે 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા. વિરાટ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો. તેંડુલકરે 2003માં 673 રન બનાવ્યા હતા. કમનસીબે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં સચિન અને વિરાટ બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ