પ્ોસ બોલર મોહંમદૃ શમી નરેન્દ્ર મોદૃીન્ો ભેટી રડી પડ્યો
વન ડે વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતીય ટીમન્ો ઓસ્ટ્રેલિયન ટીમથી ૬ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ નિહાળવા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પણ અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયાની હાર થયા બાદૃ વડાપ્રધાન ટીમના ડ્રેિંસગ રૂમમાં પહોંચ્યા હતા અને ભારતીય ખેલાડીઓનું મનોબળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જેની તસવીર હવે સામે આવી છે.ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર પીએમ મોદૃી સાથેની એક તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ‘અમારા માટે ટૂર્નામેન્ટ શાનદૃાર રહી પરંતુ ગઇકાલે અમે ટુર્નામેન્ટમાં ટૂંકા પડ્યા. અમે બધા દિૃલથી દૃુ:ખી છીએ પરંતુ લોકોનો સપોર્ટ અમન્ો આગળ વધારી રહૃાો છે. ગઇકાલે પીએમ નરેન્દ્ર મોદૃીની ડ્રેિંસગ રૂમની મુલાકાત ખાસ અને ખૂબ જ પ્રેરક હતી.વર્લ્ડ કપની મેચોમાં બોલીંગમાં શાનદૃાર દૃેખાવ કરનાર પ્ોસ બોલર મોહંમદૃ શામી ડ્રેસીંગ રૂમમાં વડાપ્રધાનન્ો ભેટીન્ો રડી પડતા વડાપ્રધાન્ો સાંત્વના આપી હતી.