દર વર્ષે 200 કરોડ ટન ધૂળ વાતાવરણમાં પ્રવેશી રહી છે

નવી દિલ્હી : હવામાં હાજર ધૂળ અને રેતી એક મોટી સમસ્યા બની ગઈ છે. દર વર્ષે 200 કરોડ ટન ધૂળ અને રેતી આપણા વાતાવરણમાં પ્રવેશી રહી છે. જેના કારણે દર વર્ષે લગભગ 10 લાખ ચોરસ કિલોમીટર ફળદ્રુપ જમીનનો નાશ થઈ રહ્યો છે.
આ માહિતી યુએન ક્ધવેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન રિપોર્ટમાં મળી છે. રિપોર્ટ અનુસાર લગભગ 25 ટકા ધૂળ અને રેતીના તોફાનની ઘટનાઓ માટે માનવીય પ્રવૃત્તિઓ જવાબદાર છે. આનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આ ધૂળ અને રેતીનું કુલ વજન ગીઝાના 350 મહાન પિરામિડ જેટલું છે. આ ધૂળ અને રેતીના તોફાનો હવે વિશ્વના ઘણા ભાગોમાં પહેલા કરતા વધુ પ્રબળ બની ગયા છે, જેના કારણે ઉત્તર અને મધ્ય એશિયાથી સબ-સહારા આફ્રિકા સુધી મોટા પાયે વિનાશ થયો છે. જેના કારણે જમીનની ઉત્પાદકતા પર અસર થઈ રહી છે. આ ઉપરાંત વિશ્વને કૃષિ અને આર્થિક રીતે પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

42 લાખ ચોરસ કિમી જમીન ગુમાવી
યુએનસીસીડી ડેટા દર્શાવે છે કે વિશ્વમાં દર વર્ષે લગભગ 10 લાખ ચોરસ કિમી ફળદ્રુપ જમીનનો નાશ થઈ રહ્યો છે. 2015 થી 2019 સુધીના ડેટાના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં લગભગ 42 લાખ ચોરસ કિલોમીટર જમીન પ્રભાવિત થઈ છે, જે પાંચ મધ્ય એશિયાઈ દેશો કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના કુલ ક્ષેત્રફળ જેટલી છે. આ ધૂળના તોફાનો અસ્થમા અને અન્ય શ્વસન રોગોથી પીડિત લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે

રિલેટેડ ન્યૂઝ