અનુરાગ ઠાકુરે વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહક રકમમાં વધારો કરવાની જાહેરાત કરી

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની 54મી આવૃત્તિ આ વર્ષે ગોવામાં યોજાઈ રહી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરના પ્રખ્યાત કલાકારો ગોવા પહોંચી ગયા છે. વિશ્વ સિનેમામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમનું આયોજન 20 નવેમ્બરથી શરૂ થયું છે અને તે 28 નવેમ્બર સુધી ચાલશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે સોમવારે ઉદ્ઘાટન સમારોહમાં એક મોટી જાહેરાત કરી, જે ભારતમાં વિદેશી ફિલ્મોના શૂટિંગ સાથે સંબંધિત હતી.

અનુરાગ ઠાકુરની જાહેરાત
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર દ્વારા ગઈકાલે IFFIના ઉદ્ઘાટન દરમિયાન જાહેરાત કરાઈ હતી કે વિદેશી ફિલ્મ નિર્માણ માટે પ્રોત્સાહક રકમ 30 થી વધારીને 40 ટકા કરાઈ છે. ‘દેશમાં વિદેશી ફિલ્મ પ્રોડક્શન માટેનું પ્રોત્સાહન રૂ. 30 કરોડ (US$3.5 મિલિયનથી વધુ)ની વધેલી મર્યાદા સાથે ખર્ચના 40 ટકા હશે અને નોંધપાત્ર ભારતીય સામગ્રી (sic) માટે વધારાના 5 ટકા બોનસ હશે, એમ મંત્રીએ જણાવ્યું હતું. છે. આ નિર્ણય મધ્યમ અને મોટા બજેટના આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રોજેક્ટને દેશમાં આકર્ષિત કરવાના ભારતના પ્રયાસોને વધુ રફતાર આપશે.

આ જાહેરાત શા માટે કરવામાં આવી?
તેમણે કહ્યું કે આ જાહેરાત વિદેશી ફિલ્મ પ્રોડક્શનને સુવ્યવસ્થિત કરવા અને ભારતમાં બિઝનેસ કરવાની સરળતા સુનિશ્ચિત કરવાના પ્રયાસોનો પણ એક ભાગ છે.

આ લોકોને ફાયદો થશે
આ સંદર્ભમાં, અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ‘ફિલ્મ નિર્માણને પ્રોત્સાહિત કરવામાં આ નમૂનારૂપ પરિવર્તન ભારતની પ્રતિબદ્ધતા અને કલાત્મક અભિવ્યક્તિ માટે સમર્થનના પુરાવા તરીકે કામ કરે છે અને સિનેમેટિક પ્રયાસો માટે પસંદગીના સ્થળ તરીકે અમારી સ્થિતિને મજબૂત બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર માહિતી અને પ્રસારણ મંત્રાલય અને વિદેશ મંત્રાલય (માત્ર ડોક્યુમેન્ટ્રી માટે) દ્વારા 1 એપ્રિલ, 2022 પછી જે આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન્સને શૂટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે તે આ પ્રોત્સાહક યોજના માટે પાત્ર હશે.

રિલેટેડ ન્યૂઝ