ગ્રાફિસએડ્સ લિમિટેડની પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 53.41 કરોડ સુધી એકત્રિત કરવાની યોજના, આઈપીઓ આજે ખૂલશે

કંપની રૂ. 10ની ફેસ વેલ્યુના 48.12 લાખ ઇક્વિટી શેર પ્રતિ શેર રૂ. 111ના ભાવે ઇશ્યૂ કરશે, શેર એનએસઈ એસએમઈ પર લિસ્ટ થશે


360 ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરતી માર્કેટિંગ, એડવર્ટાઇઝિંગ અને કમ્યૂનિકેશન્સ એજન્સી ગ્રાફિસએડ્સ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 53.41 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. પબ્લિક ઇશ્યૂ 30 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખૂલશે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. જાહેર ઇશ્યૂની આવકનો ઉપયોગ અમુક ઋણની ચૂકવણી માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. ફર્સ્ટ ઓવરસીઝ કેપિટલ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે. પબ્લિક ઇશ્યૂ 5 ડિસેમ્બરે બંધ થશે.

રિલેટેડ ન્યૂઝ