રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ગોધરા ખાતે આવી પહોંચી હતી. આ દૃરમિયાન રાહુલ ગાંધીએ પેપર લીક અંગે મોટું નિવેદૃન આપ્યું હતું. રાહુલ ગાંઘીએ કહૃાું કે, મોટા ભાગની પરીક્ષાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહૃાો છે અને પેપર લીક થઈ રહૃાા છે. આ પેપર રુપિયાવાળાના દૃીકરાઓ લિક કરી રહૃાા છે.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહૃાું કે જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરાશે. ચેિંકગ અને પેપરનું આઉટસોર્સિંગ બંધ કરવામાં આવશે એની ગેરંટી અમે આપીએ છીએ.
તો ન્યાય યાત્રા ભાજપના લોકસભા મધ્યસ્થ કાર્યાલય પાસેથી પસાર થતા પીએમ મોદૃીના અને ભારત માતાકી જયના નારા લાગ્યા હતા.
નોંધનીય છે કે, ગઇકાલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં એન્ટ્રી કરી અને એન્ટ્રી કરતાની સાથે જ દૃાહોદૃમાં જંગી સભા સંબોધી હતી. કોંગ્રેસની સ્થિતિ હાલ રાજ્યમાં સારી નથી અને તેમાં પ્રાણ ફૂંકવા માટે રાહુલ ગાંધીએ તાકાત લગાવી છે.
દૃાહોદૃમાં પોતાની સભા સંબોધતી વખતે રાહુલે દૃેશના બે મોટા પ્રશ્ર્નોને ગણાવ્યા. તેઓએ કહૃાુ કે દૃેશમાં બે મુદ્દા સૌથી મહત્વના છે એક છે બેરોજગારી અને બીજું છે મોંઘવારી. રાહુલ ગાંધીએ દૃાહોદૃમાં જાતિગત જનગણનાની વાત પણ કરી હતી.