સોનાનો નવો ભાવ ૧૦ ગ્રામના રૂા.૬૬,૭૭૮ના ઈન્ટ્રાડે હાઈ થયા

ઝવેરી બજારમાં સોના-ચાંદૃીના ભાવમાં ઊછાળો

મુંબઈ, તા.૨૧
ઝવેરી બજારમાં આજે સોનામાં તેજી જોવા મળી છે અને સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક ઉછાળો થતા ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. આ સાથે ચાંદૃીના ભાવમાં પણ ચમકારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં આજે સવારના સોદૃામાં તેજી જોવા મળી હતી.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર એપ્રિલ ૨૦૨૪માં એક્સપાયરી માટેના સોનાના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ રૂપિયા ૬૬,૧૦૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ખૂલ્યો હતો અને કોમોડિટી માર્કેટ ખુલ્યાની મિનિટોમાં જ ભાવ રૂપિયા ૬૬,૭૭૮ પ્રતિ ૧૦ ગ્રામની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયો હતો. આ ઇન્ટ્રા-ડે હાઈને સ્પર્શતા, એમસીએક્સ સોનાના દૃર આજે સ્થાનિક બજારમાં ઓલટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની તાજેતરની િંકમત ૨૨૦૦ ડોલરની ઉપર છે. હાલમાં સ્પોટ માર્કેટમાં સોનું ૨,૨૦૨ ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થતું જોવા મળી રહૃાું છે.
સોનાની સાથે આજે ચાંદૃીના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહૃાો છે. એમસીએક્સ એક્સચેન્જ પર આજે એટલે કે, ગુરુવારે ચાંદૃી રૂપિયા ૭૬,૪૯૨ પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. બુધવારે ચાંદૃીની વૈશ્ર્વિક િંકમતમાં પણ વધારો જોવા મળી રહૃાો છે.

કોમેક્સ પર ચાંદૃીની વાયદૃા ભાવ ૨.૭૯ ટકા અથવા ૦.૭૦ ડૉલરના વધારા સાથે ૨૫.૮૧ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી રહી છે. આ સાથે જ ચાંદૃીનો વૈશ્ર્વિક તાજેતરનો ભાવ ઉછાળા સાથે ૨૫.૬૨ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતો જણાય છે.
સોનાના ભાવમાં આવેલી આગ ઝરતી તેજી માટે નિષ્ણાતોનું કહેવું છે કે બુધવારે યુએસ ફેડની બેઠક પૂરી થયા બાદૃ સમગ્ર વિશ્ર્વમાં સોનાના ભાવ વધી રહૃાા છે. તેમનું એમ પણ કહેવું છે કે હજુ પણ ભાવ વધી શકે છે. એમસીએક્સ પર સોનાના ભાવ રૂ. ૬૭,૫૦૦ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે પહોંચી શકે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની િંકમત ૨૨૫૦ ડોલર પ્રતિ ઔંસ સુધી પણ જઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ