ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે બંધ, સેન્સેક્સ 72500ની નીચે

ભારતીય શેરબજારમાં મંગળવારનું ટ્રેડિંગ સત્ર એકદમ અસ્થિર રહ્યું હતું. ટ્રેડિંગ ડે દરમિયાન લાર્જ કેપ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. તે જ સમયે, મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં ખરીદી જોવા મળી હતી. BSE સેન્સેક્સ 361 પોઈન્ટ્સ અથવા 0.50 ટકા ઘટીને 72,470 પોઈન્ટ્સ પર અને નિફ્ટી50 ઈન્ડેક્સ 92 પોઈન્ટ્સ અથવા 0.42 ટકા ઘટીને 22,004 પોઈન્ટ પર છે. બેન્કિંગ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી અને બેન્ક નિફ્ટી 263.55 પોઈન્ટ અથવા 0.56 ટકા ઘટીને 46,600 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજના કામકાજના દિવસે બજારમાં ઘટતા શેરોની સંખ્યા વધુ હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 494 પોઈન્ટ અથવા 1.05 ટકા વધીને 47,807 પોઈન્ટ પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 61 પોઈન્ટ અથવા 0.41 ટકાના ઉછાળા સાથે 15,118 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે ઓટો, આઈટી, ફિન સર્વિસ, ફાર્મા, એફએમસીજી, મીડિયા અને પ્રાઈવેટ બેન્કના શેર ઘટાડા સાથે બંધ થયા છે. PSU, મેટલ, રિયલ્ટી, એનર્જી અને ઈન્ફ્રાના શેર ઉછાળા સાથે બંધ થયા છે.

રિલેટેડ ન્યૂઝ