એજયુકેશનલ એન્ડ સ્પોર્ટસ ફોર ઓલ દિવસની મેચ ખેલાડીઓ, સ્ટાફ, કોચની ફેવરીટ: નીતા અંબાણી

નીતા અંબાણી અને મુંબઇ ઇન્ડિયન્સના આઇકન તેંડુલકરે બાળકો સાથે રમતના મહત્વ વિષે વાત કરી

સમગ્ર મુંબઈની વિવિધ એનજીઓના 18,000 બાળકોની હાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે વિજય મેળવ્યો એ સાથે મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા એમ અંબાણી અને મુંબઈ ઈન્ડિયન્સના આઇકન સચિન તેંડુલકરે શા માટે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ઇએસએ) દિવસ આટલો ખાસ છે અને મુંબઈ ઈન્ડિયન્સની ઈકોસિસ્ટમમાં દરેક માટે તે કેમ અનોખો છે તે વિશે વાત કરી હતી.
અંબાણીએ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બાળકો સાથે સમય વિતાવ્યો અને તેમના અનુભવો અંગે તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ પહેલના મહત્વ વિશે બોલતા શ્રીમતી અંબાણીએ કહ્યું કે બાળકોના કારણે સ્ટેડિયમમાં ઘણી હકારાત્મકતા અને આનંદ આવ્યો છે. પ્રેક્ષકોમાં હાજર 18000 બાળકો વિવિધ એનજીઓ તરફથી આવ્યા છે. હું માનું છું કે રમત ક્યાંય ભેદભાવ કરતી નથી અને પ્રતિભા ગમે ત્યાંથી આવી શકે છે. કદાચ આમાંથી એક બાળક રમત-ગમતના શિખરે પહોંચશે અને હું આશા રાખું છું કે તેઓ આ અનુભવમાંથી ઘણી આનંદપ્રદ યાદો લઈને જશે અને તેઓ પોતાના સપનામાં વિશ્વાસ મૂકવાની શક્તિ અને હિંમત મેળવશે.”
તેંડુલકરે પોતાની સ્ટેડિયમની પ્રથમ મુલાકાત કેવી હતી તે વિશે અને તેને એ મુલાકાત હજુ પણ બરાબર કેવી રીતે યાદ છે તે વિશે વાત કરી હતી. તેમણે બાળકોને જીવન બદલી શકે તેવા અનુભવો પૂરા પાડવાના શ્રીમતી અંબાણીના વિઝનને પણ શ્રેય આપ્યો હતો અને કહ્યું કે ખેલાડીઓ આ જ ઈચ્છે છે: સકારાત્મકતા. આ એવું જ છે જે મેં વર્ષો વર્ષ અનુભવ્યું છે અને તે ઉત્તરોત્તર સારું બની રહ્યું છે. મારા માટે બાળકો ભવિષ્ય છે. જો આપણે આવતીકાલ સારી ઈચ્છીએ છીએ તો આપણે આજે તેના પર કામ કરવાની જરૂર છે. શ્રીમતી અંબાણીના માર્ગદર્શન હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશને વિશ્વભરના અનેક બાળકોને તકો પૂરી પાડી છે. મને આશા છે કે શિક્ષણની સાથે સાથે રમત-ગમતના ક્ષેત્રે પણ તેઓ પોતાનું યોગદાન આપવાનું ચાલુ રાખશે.

રિલેટેડ ન્યૂઝ