હાર્દિક-કૃણાલને સાવકા ભાઈએ લગાવ્યો ચૂનો; 4.3 કરોડની આચરી છેતરપિંડી, આરોપી વૈભવ પંડયાની મુંબઈથી ધરપકડ

હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પોતાના સાવકા ભાઈ વૈભવ પંડ્યા દ્વારા છેતરપિંડી કરવામાં આવી. બંનેને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ કેસમાં વૈભવની ધરપકડ કરવામાં આવી છે.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને લખનૌ સુપર જાયન્ટ્સના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ કરોડો રૂપિયા ગુમાવ્યા છે. સાવકા ભાઈએ પંડ્યા બ્રધર્સ સાથે છેતરપિંડી કરી છે. સાવકા ભાઈનું નામ વૈભવ પંડ્યા છે. આ કેસના સંબંધમાં મુંબઈની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા વૈભવ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં સાવકા ભાઈ વૈભવે પંડ્યા બ્રધર્સ (હાર્દિક-કૃણાલ) સાથે મળીને પોલિમર બિઝનેસ કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલનો હિસ્સો 40-40 ટકા હતો. જ્યારે વૈભવની 20 ટકા ભાગીદારી હતી. ભાગીદારીની શરતો હેઠળ, આ કંપનીનો નફો ભાગીદારી મુજબ હાર્દિક, કૃણાલ અને વૈભવ વચ્ચે વહેંચવાનો હતો. આ ઉપરાંત આરોપી સાવકા ભાઈ વૈભવ પંડ્યા એ નફા ની રકમ હાર્દિક અને કૃણાલને આપવાને બદલે જુદી કંપની બનાવી નફાની રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી.

રિલેટેડ ન્યૂઝ