૪થી જૂન પહેલા શેર ખરીદૃી લેજો, પછી જોરદૃાર તેજી થશે!

શેરબજારમાં કડાકા મુદ્દે અમિત શાહનું મોટું નિવેદૃન

શેરબજારમાં ચાલી રહેલ કડાકા અંગ્ો કહૃાું છે કે તે અફવાઓને કારણે છે, તેને લોકસભાની ચૂંટણી સાથે ન જોડવી જોઈએ

છેલ્લા કેટલાક દિૃવસોથી શેરબજારમાં મંદૃી ચાલી રહી છે અને સેન્સેક્સ-નિટીમાં સતત ઘટાડો જોવા મળી રહૃાો છે. સોમવારે ખુલતાની સાથે જ શેરબજાર તૂટ્યું હતું. સેન્સેક્સમાં ૭૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો જ્યારે નિટીમાં ૨૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં સવાલો ઉઠી રહૃાા છે કે શું બજારના વિઘટન પાછળ ચૂંટણી સાથે કોઈ સંબંધ છે? આ અંગે દૃેશના ગૃહમંત્રી અમિત શાહે મોટું નિવેદૃન આપ્યું છે અને કહૃાું છે કે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડાને ચૂંટણી સાથે ન જોડવો જોઈએ.
એક ઇન્ટરવ્યુ દૃરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે શેરબજારમાં ચાલી રહેલા ઘટાડા વિશે વાત કરી હતીતેમણે કહૃાું કે ૪ જૂન, ૨૦૨૪ પછી શેરબજાર વધવા જઈ રહૃાું છે. તમને જણાવી દૃઈએ કે, મતદૃાનના તમામ સાત તબક્કાઓ બાદૃ ૪ જૂને પરિણામ જાહેર કરવામાં આવશે.ગૃહમંત્રી અમિત શાહે શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલ પાછળ તમામ પ્રકારની અફવાઓને જવાબદૃાર ગણાવી છે. તેમણે કહૃાું છે કે શેરબજારમાં ઘટાડાને ચૂંટણી સાથે જોડી શકાય નહીં.ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરવ્યુ દૃરમિયાન કહૃાું કે આ પહેલીવાર નથી કે જ્યારે શેરબજાર તૂટ્યું હોય. આ પહેલા પણ શેરબજાર ૧૬ વખત ગગડી ચૂક્યું છે, તેથી તેને ચૂંટણી સાથે ન જોડવું જોઈએ. તેમણે કહૃાું કે આ અફવાઓને કારણે થયું છે, તેથી ૪ જૂન પહેલા તમારી ખરીદૃી કરો, કારણ કે બજાર વધવા જઈ રહૃાું છે.બજાર વધવાની આગાહી કરતા અમિત શાહે તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહૃાું કે જ્યારે પણ દૃેશમાં સ્થિર સરકાર આવે છે ત્યારે બજારમાં તેજી જોવા મળે છે અને અમારી સીટો ૪૦૦ને વટાવી જતી હોય છે, ત્યારે મોદૃી સરકાર આવશે અને માર્કેટમાં પણ તેજી જોવા મળશે.

રિલેટેડ ન્યૂઝ