વારાણસીની બ્ોઠક પરથી અત્યંત પવિત્ર ‘યોગમાં ફોર્મ ભર્યુ

ગંગાપ્ાૂજન અન્ો કાળ ભૈરવના દૃર્શન બાદૃ મોદૃીની ઉમેદૃવારી

લોકસભા ચૂંટણી ૨૦૨૪ન્ો લઇન્ો મંગળવારનો દિૃવસ ખાસ રહૃાો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ આજે ઉત્તર પ્રદૃેશમાં વારાણસી લોકસભા બ્ોઠક પદૃથી સતત ત્રીજી વખત ઉમેદૃવારી નોંધાવી હતી. પુષ્ય નક્ષત્રમાં ઉમેદૃવારી પત્ર ભરતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી ઉત્તર પ્રદૃેશના મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ સાથે ગંગાપ્ાૂજા કરી ક્રુઝમાં સવારી કર્યા બાદૃ કાલ ભૈરવ મંદિૃર પહોંચી પ્ાૂજા આરતી કર્યા હતા. ત્યારબાદૃ વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ (જિલ્લા ચૂંટણી અધિકારી)ની ઓફિસ્ો આવી પહોંચી જિલ્લા ચૂંટણી અધિકારી એસ રાજિંલગમ સમક્ષ ભાજપના ઉમેદૃવાર તરીકે વડાપ્રધાન મોદૃીએ નમ્રતાપ્ાૂૂર્વક પોતાનું ઉમેદૃવારી પત્ર રજૂ કરવા સાથે લોકશાહીની એક મજબ્ાૂત તસ્વીર રજૂ કરી હતી. વડાપ્રધાન મોદૃીની ઉમેદૃવારી નોંધાવતી વખત્ો ૧૧ રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય ગ્ાૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત એનડીએના ન્ોતાઓ ઉમેદૃવારીપત્ર ભરાયા બાદૃ વડાપ્રધાન મોદૃી સાથે બહાર આવી રહેલા નજરે પડે છે. લોકસભા ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં તા.૧લી જૂન્ો વારાણસી બ્ોઠક પર મતદૃાન યોજાશે.

રામલ્લાના અભિષેકનું મુર્હુત નકકી કરનારા ગણેશ્ર્વર શાસ્ત્રી સહિત ચાર પ્રસ્તાવકો સાથે રહ્યા

અમીત શાહ, રાજનાથિંસહ, નડ્ડા ઉપરાંત સાથી પક્ષોના ન્ોતાઓ-મુખ્યપ્રધાનો પણ હાજર રહૃાા

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ખૂબ જ ધામધૂમથી મંગળવારે વારાણસીથી તેમની સત્તાવાર ઉમેદૃવારી નોંધાવી. વડાપ્રધાન મોદૃી સતત ત્રીજી વખત વારાણસીમાંથી વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખી રહૃાા છે. વડાપ્રધાન મોદૃી ઉમેદૃવારી પત્રક ભરવા માટે ગયા ત્યારે તેમની સાથે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ િંસહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને જીમ્જીઁ વડા ઓમ પ્રકાશ રાજભર સહિત દ્ગડ્ઢછના ઘણા મોટા નેતાઓ અને મ્ત્નઁ તથા દ્ગડ્ઢછ રાજ્યોના ડઝનબંધ મુખ્ય પ્રધાનો તેમની સાથે હતા. કલેક્ટર ઓફિસમાં વડાપ્રધાન મોદૃીએ ઉમેદૃવારી નોંધાવી ત્યારે એલજેપીના ચિરાગ પાસવાન, ચંદ્રબાબુ નાયડુ, જિતન રામ માંઝી, પશુપતિ પાસવાન જેવા દ્ગડ્ઢછના મોટા નેતાઓ હાજર રહૃાા હતા.
વડાપ્રધાને ચાર પ્રસ્તાવકોની હાજરીમાં પોતાનું નોમિનેશન દૃાખલ કર્યું હતું. આચાર્ય ગણેશ્ર્વર શાસ્ત્રી દ્રવિડ, બૈજનાથ પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ સહિત તેમના બે પ્રસ્તાવકો જ્યારે તેમણે પેપર ફાઈલ કર્યા ત્યારે તેમની સાથે રહૃાા હતા. પ્રથમ પ્રસ્તાવક જ્યોતિષ વિદ્વાન ગણેશ્ર્વર શાસ્ત્રી દ્રવિડ હતા, જેમણે રામ જન્મભૂમિ પાયો નાખવા અને રામ લલ્લાના અભિષેકનું મુહૂર્ત નક્કી કર્યું હતું હતું. તેઓ સિટી દૃક્ષિણ વિધાનસભા મતવિસ્તારમાંથી પ્રસ્તાવક છે અને બીજા પ્રસ્તાવક સેવાપુરીના બૈજનાથ પટેલ હતા.
ઉમેદૃવારી પત્ર ભર્યું તે અગાઉ વડાપ્રધાન મોદૃીએ કાશીમાં આશીર્વાદૃ લીધા હતા અને ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી. ગંગા સપ્તમીના શુભ અવસર પર દૃશસ્વમેધ ઘાટ પર ધાર્મિક વિધિઓ અને આરતી કરી અને એમવી સ્વામી વિવેકાનંદૃ રો-રો જહાજમાં બેસીને નમો ઘાટ અને કાલ ભૈરવ મંદિૃરે દૃર્શન માટે ગયા હતા. હિન્દૃુ પૌરાણિક કથાઓ અનુસાર કોઈપણ કાર્ય કરતાં પહેલા મંદિૃરમાં પૂજા કરવા માટે આવશ્યક માનવામાં આવે છે. તેથી વડાપ્રધાન મોદૃીએ દૃર્શન અને પૂજા-અર્ચના કરી હતી. નોમિનેશન ફાઈલ કરતાં પહેલા વડાપ્રધાન મોદૃીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, મારી કાશી સાથેનો મારો સંબંધ ઉત, અવિભાજ્ય અને અતુલ્ય છે. હું એટલું જ કહી શકું છું કે તેને શબ્દૃોમાં વ્યક્ત કરી શકાતો નથી.
આંધ્રપ્રદૃેશના પૂર્વ મુખ્યમંત્રી અને ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન મોદૃીની ઉમેદૃવારી અંગે કહૃાું કે, “આજનો દિૃવસ ઐતિહાસિક છે, વારાણસી એક પવિત્ર સ્થળ છે.
નરેન્દ્ર મોદૃી ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહૃાા છે. છેલ્લા ૧૦ વર્ષથી તેમણે એક ઐતિહાસિક કાર્ય કર્યું છે. આ દૃરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ િંશદૃેએ કહૃાું કે પીએમ મોદૃીએ વિશ્ર્વમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. અમે ખુશ છીએ કે અમને આમાં ભાગ લેવાની તક મળી છે. તેમજ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના વડા ચિરાગ પાસવાને કહૃાું કે દ્ગડ્ઢછની એકતાથી સમગ્ર દૃેશને ફાયદૃો થઈ રહૃાો છે.
અગાઉ સોમવારે વડાપ્રધાને વારાણસીમાં તેમના પ્રચારની શરૂઆત એ જ રૂટ પરથી કરી હતી જે રૂટ પર તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા ભવ્ય રોડ શો યોજ્યો હતો. સોમવારે વડાપ્રધાને ૫ કિમીના વિશાળ રોડ શો સાથે પોતાના પ્રચારની શરૂઆત કરી હતી. તેમની સાથે ઉત્તર પ્રદૃેશના મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ અને ઉત્તર પ્રદૃેશ ભાજપના વડા ભૂપેન્દ્ર ચૌધરી હતા. તેમના રોડ શો દૃરમિયાન ’હર હર મોદૃી, ઘર ઘર મોદૃી’ અને ’જય શ્રી રામ’ના નારાઓ ગૂંજ્યા હતા. વડાપ્રધાને કેસરી ખેસ પહેરીને પંડિત મદૃન મોહન માલવિયાની પ્રતિમાને પણ હાર પહેરાવ્યા હતા. પોતાના રોડ શો પછી વડાપ્રધાને ઠ પર પોસ્ટ કર્યું હતું કે, ભગવાન વિશ્ર્વનાથના શહેરના ધર્મપ્રેમી લોકોને વંદૃન. રોડ શો દૃરમિયાન મને જે સ્નેહ અને આશીર્વાદૃ મળ્યા તે અકલ્પનીય અને અનુપમ હતા. હું અભિભૂત અને લાગણીશીલ છું! હું સમજી શકતો નથી કે ૧૦ વર્ષ કેવી રીતે પસાર થઈ ગયા. ૨૦૧૪માં અહીં આવીને મેં કહૃાું હતું કે માતા ગંગાએ મને બોલાવ્યો હતો. આજે મને લાગે છે કે મા ગંગાએ મને દૃત્તક લીધો છે. તેમણે કહૃાું હતું કે, કાશીના લોકોનું જીવન સરળ બનાવવાનો મારો પ્રયાસ હતો. મને વિશ્ર્વાસ છે કે વિકસિત ઉત્તર પ્રદૃેશની સાથે વિકસિત વારાણસી પણ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં પોતાનું અમૂલ્ય યોગદૃાન આપશે. ભગવાન વિશ્ર્વનાથના આશીર્વાદૃથી હું હંમેશા તેમની કાશીની સેવા કરવા માટે સમર્પિત રહીશ, તેમ તેમણે ઠ પર પોતાની પોસ્ટમાં લખ્યું હતું.

નામાંકન ભરતી વખતે પીએમ બન્યા ભાવુક
મારી માતાના નિધન બાદ હવે ગંગા જ મારી માઁ, મને ગોદ લીધો છે: મોદી
વારાણસી: વડાપ્રધાન મોદીએ અત્રે ઉમેદવારી પત્ર ભરતા પહેલા પોતાના માતા હીરાબેનને યાદ કરતા ભાવુક બન્યા હતા. આ વખતે મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે 400 પાર દેશની ભાવના છે.આ તકે વડાપ્રધાને મા ગંગાને પોતાની મા ઓળખાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મારી માતા નિધન બાદ ગંગા જ મારી મા છે. મા ગંગાએ મને ગોદ લીધો છે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું- હું અહીં આવ્યો નથી, મા ગંગાને મને બોલાવ્યો છે. મોદીએ ઉમેદવારીપત્ર ભરતી વખતે કહ્યું હતું કે છેલ્લા વર્ષોમાં તે પોતાની માના આશિર્વાદ લઈને પહોંચતા હતા, આ વખતે માની કમી દેખાઈ રહી છે.

પોતાનું ઘર કે વાહન નહીં

પાંચ વર્ષમાં મોદૃીની સંપત્તિ ૮૫ લાખ વધી

શેર કે બોન્ડમાં રોકાણ નહીં, ૧૫ વર્ષથી જ્વેલરી ખરીદૃી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ મંગળવારે વારાણસીથી ત્રીજી વખત ઉમેદૃવારી નોંધાવી હતી. એફિડેવિટ મુજબ, તેમની પાસે ન તો કોઈ ઘર છે, ન જમીન કે કાર. ૨૦૧૯માં તેમની પાસે ગાંધીનગરમાં ૧.૧૦ કરોડ રૂપિયાની પ્રોપર્ટી હતી, પરંતુ આ વખતે એનો કોઈ ઉલ્લેખ નથી.વડાપ્રધાન્ો ૧૫ વર્ષથી એકપણ જ્વેલરી ખરીદૃી નથી.મોદૃી પાસે ૫૨,૯૨૦ રૂપિયા રોકડા છે. તેમણે કુલ રૂ. ૩.૦૨ કરોડની સંપત્તિ જાહેર કરી છે. ૫ વર્ષમાં આ પ્રોપર્ટીમાં ૮૭ લાખ રૂપિયાનો વધારો થયો છે. વારાણસીથી તેમની પ્રથમ ચૂંટણી (૨૦૧૪) મોદૃીએ તેમની કુલ સંપત્તિ ૧.૬૫ કરોડ રૂપિયા જાહેર કરી હતી.

રિલેટેડ ન્યૂઝ