ચોથા તબકકામાં અત્યાર સુધીનું સર્વાધિક મતદાન: 70 ટકા બેઠકોની ચૂંટણી પૂર્ણ

ચોથા તબકકામાં પણ મતદાન ઓછું છતાં ર019 કરતા અંતર મામુલી

લોકસભાની ચૂંટણીમાં ઓછા મતદાનનો ટ્રેન્ડ ચાલુ રહ્યો હોય તેમ ગઇકાલની ચોથા તબકકાની ચૂંટણીમાં પણ ર019ની સરખામણીએ મતદાનની ટકાવારી ઓછી જ રહી હતી. જોકે અંતર મામુલી હોવાના સંકેત છે.
ચૂંટણી પંચના રીપોર્ટ પ્રમાણે ગઇકાલના મતદાનમાં સામેલ 96 બેઠકોમાં ર019માં સરેરાશ 68.8 ટકા મતદાન થયું હતું. ગઇકાલનું મતદાન 67.રપ ટકા નોંધાયુ છે. જોકે આખરી આંકડામાં હજુ થોડો ઘણો વધારો થાય તેમ હોવાથી અંતર ઘણુ મામલુ રહી શકે છે.
લોકસભાની ચૂંટણીના ચોથા તબકકામાં 96 બેઠકો સાથે હવે 378 બેઠકોમાં ચૂંટણી પૂર્ણ થઇ છે. કુલ સાત તબકકામાં ચૂંટણી નિર્ધારીત થઇ છે. હવે ત્રણ તબકકા બાકી રહે છે.
અત્યાર સુધી પૂર્ણ થયેલા ચાર તબકકાના મતદાનની ટકાવારી ચર્ચાનો વિષય બની રહી છે. પ્રથમ ત્રણેય તબકકામાં મતદાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
પ્રથમ તબકકામાં 66.14 ટકા, બીજા તબકકામાં 66.71 ટકા તથા ત્રીજા તબકકામાં 6પ.68 ટકા મતદાન નોંધાયુ હતું. મતદાનના ફાઇનલ આંકડામાં છેલ્લે જાહેર થતો વધારો શંકાસ્પદ ગણાવીને વિપક્ષી નેતાઓએ ચૂંટણી પંચ સામે આંગળી પણ ચિંધી હતી અઅને આ મામલે અદાલતમાં પણ પહોંચ્યો હોવાનું ઉલ્લેખનીય છે. સોમવારે ચોથા તબકકામાં સરેરાશ 67.70 ટકા મતદાન થયું હતું જે અત્યાર સુધીના ચારેય તબકકામાં સૌથી વધુ છે. પશ્ર્ચિમ બંગાળમાં સૌથી વધુ સરેરાશ 78.44 ટકા મતદાન નોંધાયુ હતું જયારે કાશ્મીરમાં સૌથી ઓછુ 37.18 ટકા મતદાન રહ્યું હતું જોકે કાશ્મીરમાં છેલ્લા ર8 વર્ષનું સૌથી વધુ મતદાન રહ્યું છે. 378 બેઠકો પર ચૂંટણી મતદાન પૂર્ણ થઇ ગયું છે ત્યારે અંદાજીત 70 ટકા સીટો પર ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે હવે બાકીની બેઠકોમાં બાકીના ત્રણ તબકકા દરમ્યાન ચૂંટણી મતદાન થશે.ચૂંટણી પંચ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમામ મતદાન મથકોના રીપોર્ટ આવી ગયા બાદ મતદાનના આગાહી આંકડાઓ થોડો વધારો શકય છે. ચોથા તબકકાના મતદાનના આંધ્રપ્રદેશની તમામ આ બેઠકો ઉપરાંત ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, જેવા રાજકોટની બેઠકોને પણ સમાવેશ થયો હતો. ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા પ્રચારમાં તમામ તાકાત કામે લગાડવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અમીત શાહ, જે.પી.નડ્ડા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, અખીલેશ યાદવ સહિતના ટોચના નેતાઓએ ભરપુર પ્રચાર કર્યો હતો. 70 ટકા જેટલી બેઠકોમાં મતદાન પૂર્ણ થયું છે તમામ રાજકીય પક્ષો દ્વારા જીતનો વિશ્ર્વાસ દર્શાવવામાં આવી રહ્યો છે.

રિલેટેડ ન્યૂઝ