માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો નાણાકીય વર્ષ 24નો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 133% વધ્યો

માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(NSE: MANAKCOAT, BSE: 539046), જે અગ્રણી કોટેડ મેટલ પ્રોડક્ટ્સ ઉત્પાદક અને નિકાસકર્તાઓમાંની એક છે, તેમજ કોઇલ અને શીટ બંને સ્વરૂપોમાં પ્રી-પેઇન્ટેડ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ અને પ્લેન ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલમાં વિશેષતા ધરાવે છે, તેણે નાણાકીય વર્ષ 24 અને નાણાકીય વર્ષ 24ના ચોછા ત્રિમાસિકના તેના ઓડિટેડ નાણાકીય અહેવાલ આપ્યો છે.
નાણાકીય વર્ષ 24 માટેની મુખ્ય વિશેષતાઓ
કંપનીએ શેર દીઠ 1ના અંકિત મૂલ્ય સામે શેર દીઠ 0.05 (5%)ના અંતિમ ડિવિડન્ડની જાહેરાત કરી હતી.
કંપનીએ નાણાકીય વર્ષ 23માં 7.79 કરોડની સામે નાણાકીય વર્ષ 24 માટે 21.82 કરોડનો ઓપરેટિંગ કેશ ફ્લો નોંધાવ્યો હતો.
નાણાકીય વર્ષ 24માં મેટલ પ્રોડક્ટ્સે 724.53 કરોડઅને અન્ય પ્રોડક્ટ્સે 15.08 કરોડનું યોગદાન આપ્યું હતું.
પ્રદર્શન પર ટિપ્પણી કરતા માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના હોલ ટાઈમ ડિરેક્ટર કરણ અગ્રવાલેજણાવ્યું, માનકસિયા કોટેડ મેટલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રશંસનીય વિકાસપથની જાણ કરતાં અમને આનંદ થઇ રહ્યો છે. મેટલના ભાવમાં વધારાની સાથે અમારા ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ફાયદાકારક છે.
નાણાકીય વર્ષ 22માં અમલમાં મૂકવામાં આવેલ ક્ષમતા વિસ્તરણ વધતી માંગને પહોંચી વળવામાં મહત્વપૂર્ણ રહ્યું છે.મેટલ પ્રોડક્ટ્સ પરના અમારા વ્યૂહાત્મક ધ્યાને અમારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ