ED દ્વારા ઝારખંડના મંત્રી આલમગીર આલમની લાંબી પૂછપરછ બાદ ધરપકડ

EDએ ઝારખંડના મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આલમગીરની ધરપકડ કરી છે. આજે સવારથી રાંચીમાં ED ઓફિસમાં મંત્રીની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે 10 કલાકથી વધુ ચાલેલી પૂછપરછ બાદ આલમગીરની ધરપકડ કરવામાં આવી હતી.

ED પહેલા જ મંત્રીના ખાનગી સચિવ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમની ધરપકડ કરી ચૂકી છે. તાજેતરમાં જહાંગીર આલમના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી. આ મામલે મંત્રીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ