બંગાળની ખાડીમાં ચક્રવાત: વાવાઝોડાની આગાહી

ગુજરાત, મુંબઈમાં ૨૭મીએ અતિભારે વરસાદૃની શક્યતા

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિૃવસ બાદૃ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા દૃર્શાવવામાં આવી છે. જેની ગુજરાત, ઓડિશા અને મહારાષ્ટ્ર પર પણ અસર થશે. ૨૨મી મેના રોજ લો પ્રેશર, જ્યારે ૨૪મી મેના રોજ ડિપ્રેશનની આગાહી કરવામાં આવી છે, જે વાવાઝોડામાં ફેરવાઇ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, દૃક્ષિણ-પશ્ર્ચિમ બંગાળની ખાડીમાં ૨૨મી મેના આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિૃશામાં આગળ વધે અને ૨૪મી દૃરમિયાન બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પહેલા પણ વાવાઝોડાની શક્યતા વધારે રહેતી હોય છે, ત્યારે જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૨૭મી મે દૃરમિયાન ભારે વરસાદૃની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદૃામાન અને નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધવાની આગાહી પણ કરી છે.
રાજ્યમાં છેલ્લા ચાર દિૃવસથી સતત કમોસમી વરસાદૃને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે. આ કમોસમી વરસાદૃી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો બાજરો તલમાં પણ નુકસાની થયું છે. આ ઉપરાંત બાગાયતી ખેતીના પાકોમાં પણ ભારે નુકશાન થયું છે. કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દૃોસ્ત થઈ હતી. વરસાદૃ સાથે પવનના લીધે ડાંગાવદૃર ગામમાં ઘણું નુકસાન થયું છે.

રિલેટેડ ન્યૂઝ