કોહલીએ રચ્યો ‘વિરાટ ઇતિહાસ આઈપીએલમાં ૮૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો

આઈપીએલ ૨૦૨૪ ની એલિમિનેટર મેચ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે અમદૃાવાદૃના નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલી આઈપીએલના ઈતિહાસમાં ૮૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે રાજસ્થાન સામે પોતાની ઇિંનગ્સમાં ૩૦ રન બનાવીને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ ૮ હજાર રનનો આંકડો તેની ૨૫૨મી આઈપીએલ મેચમાં પૂરો કર્યો છે. કોહલીએ ૮ હજાર રન પૂરા કરવા સાથે- સાથે ૮ સદૃી અને ૫૫ અડધી સદૃી પણ પૂરી કરી છે. કોહલીએ એલિમિનેટર મેચમાં ૨૪ બોલમાં ૩૩ રનની ઇિંનગ રમી હતી.
આઈપીએલમાં વિરાટ કોહલીનો એટલો દૃબદૃબો છે, કે અત્યાર સુધીમાં તે ૭૦૦૦ કે તેથી વધારે રન બનાવનાર એકમાત્ર ખેલાડી છે. આ લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવન બીજા નંબરે છે, જેણે હાલમાં ૨૨૨ મેચોમાં ૬,૭૬૯ રન બનાવ્યા છે. એટલે કે પહેલા અને બીજા સ્થાને રહેલા કોહલી અને ધવન વચ્ચે ૧,૨૩૫ રનનો મોટો તફાવત છે. તે પછી ત્રીજા નંબર પર રહેલા રોહિત શર્માએ અત્યાર સુધી ૨૫૭ મેચમાં ૬,૬૨૮ રન બનાવી ચુક્યો છે. આ આંકડા દૃર્શાવે છે, કે સૌથી વધુ રન બનાવવાના મામલે અન્ય કોઈ ખેલાડી કોહલીની નજીક પણ નથી.

રિલેટેડ ન્યૂઝ