જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સે બિઝનેસ શરૂ થયાના પાંચ વર્ષમાં પ્રથમ ઓપરેટિંગ નફો નોંધાવ્યો

ભારતની ટોચની એન્વારમેન્ટ ફ્રેન્ડલી પેઈન્ટ્સ કંપની પૈકી એક અને 24 અબજ ડોલરના જેએસડબ્લ્યૂ ગ્રુપનો ભાગ જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સે 31 માર્ચ, 2024ના રોજ પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં 3 ટકાથી વધુ (લગભગ રૂ.67 કરોડ) EBITDA માર્જિન સાથે પ્રથમ વખત કાર્યકારી નફો નોંધાવ્યો છે. આ પ્રોત્સાહક પરિણામ સાથે જેએસડબ્લ્યૂ પેઈન્ટ્સ બિઝનેસ શરૂ કર્યાના પાંચ વર્ષના ટૂંકાગાળામાં ઓપરેટિંગ નફો નોંધાવનારી પ્રથમ યુવા ભારતીય પેઈન્ટ્સ કંપની બની છે. કંપનીની ગ્રોસ રેવેન્યૂ ઈન્ડસ્ટ્રી ગ્રોથ રેટ કરતાં 10 ગણી વધુ રૂ. 2000 કરોડની સપાટી વટાવી ગઈ છે. ડેકોરેટિવ પેઈન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કોટિંગ બિઝનેસમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે ગ્રોસ રેવેન્યૂ વધી છે.
જેએસડબ્લ્યૂના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન પાર્થ જિંદાલના જણાવ્યા અનુસાર, જેએસડબ્લ્યૂએ સૌથી ઓછા સમયમાં નફાકારકતા નોંધાવી દેશની યુવા પેઈન્ટ કંપની બનવાની સિદ્ધિ હાંસલ કરી અમારો ઉત્સાહ વધાર્યો છે. અમારા માર્ગદર્શન હેઠળ આ બિઝનેસના પાંચ વર્ષ રોમાંચક રહ્યા છે. હવે અમે નવી તકોનો લાભ લેવા માટે પ્રતિબદ્ધ છીએ. ભારતીય ગ્રાહકો ઉદ્દેશપૂર્ણ જીવનશૈલી અપનાવી પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ્સ અને પસંદગીઓ વિકસાવી રહ્યા છે. અમે અમારા ગ્રોથના આગામી તબક્કામાં આ મુદ્દાને ધ્યાનમાં રાખી ઉત્પાદન અને માર્કેટિંગ રોકાણો કરવા માગીએ છીએ. અમારા ડેકોરેટિવ પેઈન્ટ્સ બિઝનેસના વિકાસના આગામી તબક્કાનું નેતૃત્વ અને પરિવર્તનમાં સહભાગી આશિષ રાયને આવકારીએ છીએ.

રિલેટેડ ન્યૂઝ