સહકારી સંસ્થા ઈફકોના ડિરેકટર તરીકે જયેશ રાદડીયાની વરણી

તાજેતરમાં ભારત દેશની રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઇફકોના ડિરેકટરશ્રી તરીકે જેતપુર – જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની વરણી થયેલ છે.
સ્વર્ગસ્થશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાએ વર્ષો સુધી ઇફ્કોના ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળીને ખેડુતોની સેવા કરેલ. તેવી જ રીતે શ્રી જ્યેશભાઇ રાદડીયાએ પણ છેલ્લા 10 વર્ષથી ઇફકોના બિનહરીફ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવેલ છે.
જયેશભાઇ રાદડીયાએ જેતપુર – જામકંડોરણા વિધાનસભા વિસ્તારના સિમાડા વટાવીને રાજયના તમામ ખેડુતોના હિતની વાતો કરતા અપાર લોક્ચાહનાના મેળવેલ છે. આ વર્ષે શ્રી જયેશભાઇ રાદડીયાએ સમગ્ર પંથકમાં કરેલ સેવા યજ્ઞ થકી ઇફકો – સંસ્થામાં થયેલ ચુંટણીમાં વિજય મેળવીને ડિરેકટરશ્રી તરીકે પસંદગી પામેલ છે.
જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન પ્રમુખશ્રી જયંતીભાઈ રામોલીયા, ઉપપમુખશ્રી સંજયભાઈ વેકરીયા અને સીનીયર કારોબારી સભ્યશ્રી સુરેશભાઈ સખરેલીયાએ શ્રી જયેશભાઇ રાદડીયાની રૂબરૂ મુલાકાત લઈ હારતોરા કરીને ઇફકોના ડિરેક્ટર બનવા બદલ ખુશી વ્યક્ત કરીને શુભેચ્છાઓ આપેલ છે.

રિલેટેડ ન્યૂઝ