રિયાસી બસ હુમલામાં સંડોવાયેલા આતંકવાદૃીઓ પહાડી વિસ્તારમાં છુપાયા

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદૃીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો. આ બસ ભક્તો સાથે શિવખોડી ગુફા તીર્થસ્થળથી કટરા પરત ફરી રહી હતી. હુમલા બાદૃ બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ આતંકી હુમલામાં ત્રણ મહિલાઓ સહિત ૧૦ લોકોના મોત થયા છે, જ્યારે ૩૨ લોકો ઘાયલ થયા છે. હવે માહિતી આવી રહી છે કે બસ પર હુમલો કરનાર આતંકવાદૃીઓ પહાડી વિસ્તારમાં છુપાયેલા છે. આ આતંકી સંગઠનોએ છેલ્લા એક મહિનામાં રાજૌરી અને પૂંચમાં અનેક હુમલા કર્યા છે. આ હુમલામાં ૨-૩ આતંકવાદૃીઓ સામેલ હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે લગભગ ૬.૧૦ વાગ્યે આતંકવાદૃીઓએ રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં એક યાત્રાળુઓની બસને નિશાન બનાવી હતી.

રિલેટેડ ન્યૂઝ