શપથગ્રહણ સમારોહમાં દેખાયું રહસ્યમય પ્રાણી !

રાષ્ટ્રપતિ ભવનનો વીડિયો સામે આવતા આશ્ર્ચર્ય

નરેન્દ્ર મોદૃી દૃેશના ત્રીજી વખત વડાપ્રધાન બની ગયા છે. તેમણે ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં શપથગ્રહણ કર્યા હતા. તેમની સાથે ૭૨ મંત્રીઓએ પણ શપથ લીધા હતા. આ સમારોહમાં દૃેશ-વિદૃેશના દિૃગ્ગજ નેતાઓ, બોલિવૂડ કલાકારો, વેપાર-જગતના હસ્તીઓ સહિત છ હજારથી વધુ મહેમાનો ઉપસ્થિત રહૃાા હતા. જોકે સમારોહમાં એક રહસ્યમય પ્રાણી પણ ત્યાં ટહેલતો હોવાનો વીડિયો સામે આવ્યો છે, જેના કારણે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહૃાા છે. દૃીપડાનો વાયરલ થયેલો વીડિયો ૧૨ સેકન્ડો છે, જેમાં શપથ લીધા બાદૃ મંત્રી દૃુર્ગાદૃાસ હસ્તાક્ષર કરતા જોવા મળી રહૃાા છે. આ દૃરમિયાન તેમની પાછળ રાષ્ટ્રપતિ ભવનની સીડીઓ પર એક રહસ્યમય પ્રાણી પસાર થતું જોવા મળી રહૃાું છે. જોકે આ કયું પ્રાણી છે, તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ એવો અંદૃાજ લગાવાઈ રહૃાો છે કે, આ દૃીપડો હતો. જો આ પ્રાણી દૃીપડો છે, તો રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષાને લઈ િંચતાની વાત છે.
જો આ દૃીપડો જ હતો તો રાહતની વાત એ છે કે, તે મંચ તરફ આવ્યો નથી અને મહેમાનોની ભીડ બાજુ પણ ગયો નથી. આ વીડિયો સામે આવ્યા બાદૃ લોકો ચર્ચા કરી રહૃાા છે કે, આખરે આ કયું પ્રાણી છે, જે ખુલ્લેઆમ અને તે પણ રાષ્ટ્રપતિ ભવનના મુખ્ય કાર્યક્રમમાં દૃેખાયો છે.

રિલેટેડ ન્યૂઝ