૭ સાંસદૃો હોવા છતાં ન મળ્યું કેબિનેટ મંત્રાલય

અજિત પવાર જૂથની NCP ની નારાજગી બાદૃ હવે એકનાથ િંશદૃે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણે કહે છે કે એક તરફ ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને એચડી કુમારસ્વામીની પાર્ટીને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાત સાંસદૃો હોવા છતાં તેમની પાર્ટી માત્ર સ્વતંત્ર પ્રભારની સાછે રાજ્ય મંત્રીનું જ પદૃ આપવામાં આવ્યું હતું.
શ્રીરંગ બારણે કહૃાું કે, અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદૃ છે, માંઝી પાસે એક સાંસદૃ છે, જેડીએસ પાસે બે સાંસદૃ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની ૭ બેઠકો મળવા છતા આમ શા માટે? શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી મળ્યો? શિવસેનાના ચીફ વ્હીપે કહૃાું, અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદૃ આપવું જોઈતું હતું. આમ કહીને િંશદૃે જૂથના સાંસદૃ શ્રીરંગ બારણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહૃાું કે એનડીએના અન્ય ઘટકોમાંથી એક-એક સાંસદૃ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદૃ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે િંશદૃે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું?શિવસેના સાંસદૃે કહૃાું કે જો આવું થાય તો પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદૃ આપવું જોઈતું હતું.

રિલેટેડ ન્યૂઝ