મણિપુરના સીએમના સુરક્ષા કાફલા ઉપર આતંકી હુમલો

સુરક્ષા કાફલાના ૨ જવાન ઘાયલ

સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો િંહસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહૃાો હતો

કાંગપોકપી જિલ્લામાં સોમવારે આતંકવાદૃીઓએ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન િંસહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો. ઝેડ કેટેગરીના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી ૨ જવાન ઘાયલ થવાના સમાચાર છે.
મણિપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી એન બિરેન િંસહના સુરક્ષા કાફલા પર આતંકવાદૃીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૨ જવાન ઘાયલ થયો છે. સીએમના સુરક્ષા કાફલા પર હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે કાફલો િંહસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહૃાો હતો. સમગ્ર મામલો એવો છે કે સીએમ એન બિરેન િંસહ મંગળવારે જીરીબામની મુલાકાતે જવાના હતા.
તેમની મુલાકાત પહેલા સીએમની સુરક્ષા ટીમ ત્યાં જઈ રહી હતી. શંકાસ્પદૃ આતંકવાદૃીઓએ ટીમ પર હુમલો કર્યો. સુરક્ષા દૃળોના વાહનો પર ઘણી ગોળીઓ છોડવામાં આવી હતી, જે બાદૃ સુરક્ષા દૃળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું કે હુમલા દૃરમિયાન ૨ સૈનિક ઘાયલ થયો હતો. આતંકવાદૃીઓએ શનિવારે જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને લગભગ ૭૦ ઘરોને આગ ચાંપી દૃીધી હતી. મુખ્યમંત્રી િંસહ તાજેતરની સ્થિતિની સમીક્ષા કરવા જીરીબામ જવાના હતા પરંતુ તે પહેલા આ સમાચાર સામે આવ્યા હતા.
મણિપુરમાં મે ૨૦૨૩માં િંહસા ફાટી નીકળી હતી, ત્યારથી ગોળીબાર અને િંહસા જેવી ઘટનાઓ સતત બની રહી છે. મેઇતેઇ-કુકી વિવાદૃ હજુ સુધી સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી. મણિપુરમાં જાતિય િંહસાને ડામવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં, તે સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી.
મેઈત્ોઈ લોકો મણિપુરની લગભગ ૫૩ ટકા વસ્તી ધરાવે છે
અને મુખ્યત્વે ઇમ્ફાલની આસપાસના ખીણ વિસ્તારોમાં વસે છે, જ્યારે આદિૃવાસીઓ મોટે ભાગે પહાડીઓમાં વસે છે

રિલેટેડ ન્યૂઝ