રાજીનામાની અટકળો વચ્ચે સુરેશ ગોપીનું નિવેદૃન

કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહૃાા છે

રાજીનામાની વાત ખોટી છે : વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ

કેરળના એકમાત્ર ભાજપના સાંસદૃ સુરેશ ગોપીએ મોદૃી કેબિનેટમાંથી રાજીનામું આપવાની અટકળો પર પ્રતિક્રિયા આપી છે. કેરળના ભાજપના નવા ચૂંટાયેલા સાંસદૃ સુરેશ ગોપી, જેમણે ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ લીધા, તેમણે ટ્વિટ કર્યું, “કેટલાક મીડિયા પ્લેટફોર્મ ખોટા સમાચાર ફેલાવી રહૃાા છે કે હું મોદૃી સરકારના મંત્રી પરિષદૃમાંથી રાજીનામું આપવા જઈ રહૃાો છું. આ સંપૂર્ણપણે ખોટું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીના નેતૃત્વ હેઠળ અમે કેરળના વિકાસ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ.
વાસ્તવમાં સુરેશ ગોપીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં મંત્રી પદૃના શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદૃ તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહૃાું કે, હું સાંસદૃ તરીકે કામ કરવા માંગુ છું. હું કેબિનેટનો ભાગ બનવા માંગતો ન હતો. મેં કહૃાું હતું કે મને આમાં રસ નથી. એવું લાગે છે કે હું ટૂંક સમયમાં મુક્ત થઈશ. સુરેશ ગોપી પહેલીવાર કેરળમાં લોકસભાની ચૂંટણી લડ્યા હતા. તેમણે થ્રિસુર બેઠક પરથી સીપીઆઈના સુનિલ કુમારને લગભગ ૭૫ હજાર મતોથી હરાવ્યા હતા.અગાઉ રાજીનામાનું કારણ જણાવતા ગોપીએ કહૃાું હતું કે, મેં ઘણી ફિલ્મો સાઈન કરી છે અને તે પુરી કરવાની છે. હું થ્રિસુરના સાંસદૃ તરીકે કામ કરતો રહીશ. તેણે કહૃાું, તે કોઈપણ િંકમતે તેની ફિલ્મો કરવા માંગે છે અને ત્રિશૂરના લોકો માટે કામ કરશે. તેમને ત્યાંના લોકો સાથે કોઈ સમસ્યા નથી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરેશ ગોપી કેરળના એકમાત્ર ભાજપના સાંસદૃ છે. લોકસભા ચૂંટણી પ્રચાર દૃરમિયાન તેઓ ટ્રોલ થયા હતા. એક્શન હીરો સુરેશ ગોપીએ કેરળમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર થ્રિસુર બેઠક જીતીને ભાજપ માટે ઇતિહાસ રચ્યો હતો. કેરળમાં ભાજપનો દૃાયકાઓ સુધી ચાલેલો સંઘર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ફળ્યો અને આખરે ભારતીય જનતા પાર્ટીએ સુરેશ ગોપી દ્વારા ખાતું ખોલાવ્યું.
સુરેશ ગોપી સિવાય કેરળના અન્ય એક નેતાને મોદૃી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેરળમાં બીજેપી નેતા જ્યોર્જ કુરિયને પણ રવિવારે મંત્રી પદૃના શપથ લીધા, તેમને રાજ્ય મંત્રી તરીકે કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ