BCCIએ ટીમ ઈન્ડિયાની ડોમેસ્ટિક સિઝનની જાહેરાત કરી, ભારત આ 3 દેશોની યજમાની કરશે

ટીમ ઈન્ડિયા હાલમાં T20 વર્લ્ડ કપ 2024 રમી રહી છે. દરમિયાન, બીસીસીઆઈએ 2024-2025 સીઝન માટે ટીમ ઈન્ડિયાના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરથી ઘરઆંગણે બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને 3 ટી-20 મેચની સિરીઝની શરૂઆત કરશે. આ સિવાય ભારતીય ટીમ આ વર્ષે ન્યુઝીલેન્ડ અને 2025ની શરૂઆતમાં ઈંગ્લેન્ડની યજમાની કરશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી ચાલશે. આ પ્રવાસમાં બે ટેસ્ટ મેચ રમાશે, જે ચેન્નાઈ અને કાનપુરમાં યોજાશે. બંને ટીમો વચ્ચે 6 થી 12 ઓક્ટોબર વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાશે. પ્રથમ T20 ધર્મશાળામાં, બીજી દિલ્હીમાં અને ત્રીજી હૈદરાબાદમાં રમાશે.

આ પછી 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ન્યૂઝીલેન્ડની ટીમ ભારત સાથે 3 ટેસ્ટ મેચ રમશે. પ્રથમ મેચ બેંગલુરુમાં, બીજી પુણેમાં અને ત્રીજી ટેસ્ટ મેચ મુંબઈમાં રમાશે. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ આવતા વર્ષે એટલે કે 2025ની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કરશે. ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ 22 જાન્યુઆરીથી શરૂ થશે અને 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. આ દરમિયાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 T20 અને 3 ODI મેચ રમાશે. આ તમામ મેચો ભારતના 8 શહેરોમાં રમાશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી

પ્રથમ ટેસ્ટ- 19-23 સપ્ટેમ્બર 2024, ચેન્નાઈ
બીજી ટેસ્ટ- 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2024, કાનપુર

T20 શ્રેણી
1લી T20- 6 ઓક્ટોબર 2024, ધર્મશાલા
બીજી T20- 9 ઓક્ટોબર 2024, દિલ્હી
3જી T20- 12 ઓક્ટોબર 2024, હૈદરાબાદ

ન્યુઝીલેન્ડનો ભારતપ્રવાસ

ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ- 16-20 ઓક્ટોબર 2024, બેંગલુરુ
બીજી ટેસ્ટ- 24-28 ઓક્ટોબર 2024, પુણે
ત્રીજી ટેસ્ટ- 1-5 નવેમ્બર 2024, મુંબઈ

ઈંગ્લેન્ડનો ભારત પ્રવાસ

T20 શ્રેણી
1લી T20 – 22 જાન્યુઆરી 2025, ચેન્નાઈ
બીજી T20 – 25 જાન્યુઆરી 2025, કોલકાતા
ત્રીજી T20 – 28 જાન્યુઆરી 2025, રાજકોટ
4થી T20 – 31 જાન્યુઆરી 2025, પુણે
પાંચમી T20- 2 ફેબ્રુઆરી 2025, મુંબઈ

ODI શ્રેણી

1લી ODI – 6 ફેબ્રુઆરી 2025, નાગપુર
બીજી ODI – 9 ફેબ્રુઆરી 2025, કટક
ત્રીજી ODI – 12 ફેબ્રુઆરી 2025, અમદાવાદ

રિલેટેડ ન્યૂઝ