તામિલનાડુમાં લઠ્ઠાકાંડમાં ૩૭થી વધુના મોત

કલ્લાકુરિચી જિલ્લામાં મિથેનોલ મિશ્રિત દૃારૂના વેચાણ થતા ઘટના

૧૦૦ જેટલા લોકોન્ો અસર હેઠળ કેટલાકની હાલત ગંભીર:મૃત્યુ આંક વધવાનો ભય: જિલ્લા કલેકટરની બદૃલી:એસપી સસ્પ્ોન્ડ કરાયા:જ્યુડિશિયલ તપાસનો આદૃેશ:આરોપીની ધરપકડ

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 34 લોકોનાં મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો છે. જયારે 100 જેટલા લોકોને પણ ઝેરી દારૂની અસર થતા આ પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાનો ભય છે. આ બનાવના પગલે તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને તુરંત તપાસના આદેશ આપ્યા છે અને જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી, કલેકટરની બદલી કરી સીઆઇડી તપાસના આદેશો કર્યા છે.
રુક્ષ્સખસ ક્ષસછરસીડ્ઢજ્ઞકસસ કિસશ્ર્વીૈંસ તત મ્સય.હ્સસીરૂસ્ત્રટ્ટસખસકસય ુભ્ન્હ્મસશ્સસ ક્ષીર્ડેં ન્નન્ૂિુળ્ન્સ્ત્રિ શ્સચ્સસખસકસય ચ્સળ્ વસન્નન્ ખસવરસવી શ્ર્ચક્ષીવસશ્સ રવય ઈ.
કલ્લાકુરિચી જિલ્લા કલેક્ટર એમએસ પ્રશાંતે કહ્યું કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોને મળ્યા હતા. આ કેસમાં 49 વર્ષીય (ગેરકાયદે દારૂ વેચનાર) કે. કન્નુકુટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી આશરે 200 લિટર ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે તેમાં જીવલેણ ‘મિથેન’ ઉમેરાયું હતું.
મુખ્યમંત્રી એમકે સ્ટાલિને મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે આ ઘટનાને રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સ્ટાલિને એકસ પર એક પોસ્ટમાં કહ્યું, ’કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીનારા લોકોના મોતના સમાચાર સાંભળીને હું આઘાતમાં અને દુ:ખી છું. આ કેસમાં સંડોવાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઘટનાને રોકવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
તમિલનાડુ રાજભવને રાજ્યપાલ વતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું, ’મને એ જાણીને ખૂબ દુખ થયું છે કે કલ્લાકુરિચીમાં ઝેરી દારૂ પીવાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઘણા લોકોની હાલત ગંભીર છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હ્રદયપૂર્વકની સંવેદના અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવું છું.
તમિલનાડુમાં કલ્લાકુરિચી જિલ્લામાં ઝેરી દારૂના કારણે અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. દારૂ પીધા બાદ 70 લોકોની તબિયત બગડતા હાલમાં 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ઘટના બાદ તાત્કાલિક પગલાં લેતા, મુખ્ય પ્રધાન એમ.કે.સ્ટાલિને આ મામલે સીબીઆઇ-સીઆઇડી તપાસના આદેશ આપ્યા છે.
આ મામલો કલ્લાકુરિચી જિલ્લાનો છે, જ્યાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થયા છે. આ ઘટના બાદ વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. મૃતકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. હાલ પોલીસે કાર્યવાહી કરી દારૂ વેચનારની ધરપકડ કરી 200 લીટર ગેરકાયદેસર દારૂ કબજે કર્યો હતો. આ સિવાય સીએમ સ્ટાલિને તપાસના આદેશ આપી જિલ્લાના એસપીને સસ્પેન્ડ કરી જિલ્લા કલેક્ટરની બદલી કરી નાંખી છે. મૃતકના સંબંધીઓનું કહેવું છે કે દારૂ પીધા પછી બધાને ઉલ્ટી થઈ, પેટમાં દુખાવો થયો અને બેભાન થઈ ગયા હતા.
સરકારે જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવથની બદલી કરી છે. આ સાથે, મુખ્યમંત્રીએ એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ દરમિયાન, કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને રજત ચતુર્વેદીને નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત જિલ્લાના અનેક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ