MoE: પરીક્ષા પ્રક્રિયામાં સુધારા પર પૂર્વ ઇસરોના વડા સાત સભ્યોની પેનલનું નેતૃત્વ કરશે, શિક્ષણ મંત્રાલયનું એલાન

ISRO: પૂર્વ ISRO ચીફ કે રાધાકૃષ્ણન દ્વારા પરીક્ષા પ્રક્રિયામાં સુધારો કરવા માટે સાત સભ્યોની પેનલનું નેતૃત્વ કરવામાં આવશે. શિક્ષણ મંત્રાલયે આ જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પેનલ બે મહિનાની અંદર પોતાનો તપાસ અહેવાલ સુપરત કરશે. UGC નેટ રદ કરવા અને NEET UG 2024 ના કથિત પેપર લીક પર ટીકાઓનો સામનો કરી રહેલા, શિક્ષણ મંત્રાલયે શનિવારે પરીક્ષાઓના પારદર્શક, સરળ અને ન્યાયી સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ISROના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ કે રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોના જૂથની નિમણૂક કરી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરાઈ છે.

સાત સભ્યોની સમિતિ પરીક્ષા પ્રક્રિયાની મિકેનિઝમ સુધારવા, ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની રચના અને કાર્યપદ્ધતિ અંગે ભલામણો કરશે.

આ સમિતિમાં હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે.રાવ અને એઈમ્સના દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી બે મહિનામાં પોતાનો રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સુપરત કરશે.

રિલેટેડ ન્યૂઝ