આયુષ્માન વીમાની રકમ બમણી થઈ શકે છે

કેન્દ્ર સરકાર આગામી ત્રણ વર્ષમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના લાભાર્થીઓની સંખ્યા બમણી કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.
આ હેઠળ, સરકાર શરૂઆતમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને આ યોજનાના દાયરામાં લાવવા અને વીમા કવરેજને 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાનું વિચારી રહી છે. સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જો દસ્તાવેજોને મંજુરી આપવામાં આવહે છે, તો તિજોરી પર દર વર્ષે 12076 કરોડ રૂપિયા સુધીનો વધારાનો ખર્ચ થશે. તે જ સમયે, જો લાભાર્થીઓની સંખ્યા બમણી કરવામાં આવે છે, તો દેશની બે તૃતીયાંશથી વધુ વસ્તીને આરોગ્ય કવચ મળશે.

રિલેટેડ ન્યૂઝ