હોકીમાં બાવન વર્ષ બાદૃ ઇતિહાસનું પુનરાવર્તન
ભારત્ો ટોકિયો બાદૃ પ્ોરિસ ઓલિમ્પિકમાં સતત બીજો બ્રોન્ઝ મેળવ્યો
પીએમ મોદૃીએ ટીમન્ો અભિનંદૃન પાઠવ્યા
સ્પ્ોન સામે ૨-૧થી ભારતનો વિજય: કેપ્ટન હરમનપ્રિત્ો આ મેચમાં બ્ો વિજયી ગોલ કર્યા
પ્ોરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકસ ૨૦૨૪માં ભારતીય હોકી ટીમે પ્રતિસ્પર્ધી સ્પ્ોનન્ો ૨-૧થી હરાવીન્ો બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બાવન વર્ષ બાદૃ ટોકિયો બાદૃ પ્ોરિસ બ્ોક ટુ બ્રેક બ્રોન્ઝ મેળવીન્ો ભારત્ો ઇતિહાસ રચ્યો ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે ઓલિમ્પિક પહેલા નિવૃત્તિ જાહેર કરી હતી આ ત્ોની છેલ્લી મેચ હતી, સ્પ્ોન સામેની આ મેચમાં કેપ્ટન હરમનપ્રીત િંસહે બ્ો ગોલ કરીન્ો મેચન્ો ભારતની તરફ ફેરવી હતી. ગોલકીપર શ્રીજેશન્ો ખભા પર બ્ોસાડીન્ો સન્માનભેર વિદૃાય આપતા કેપ્ટન હરબન પ્રીત ટીમના ખેલાડી જીતનો જશ્ન મનાવી રહૃાા છે.
ભારત અને સ્પેન વચ્ચે આજે પ્ોરિસ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદૃાર ૨-૧થી વિજય થયો હતો. આ ભવ્ય વિજય સાથે ભારતે ૫૨ વર્ષ જૂના ઇતિહાસનું પુનરાવર્તન કરી પોતાના રેકોર્ડની બરાબરી કરી છે. ૫૨ વર્ષ પહેલા ભારત હોકીમાં ૧૯૬૮ અને ૧૯૭૨માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે સ્પેનને હરાવી ભારત સતત બીજી વાર બ્રોન્ઝ મેડલ જીત્યું છે.સ્પ્ોન સામેની મેચમાં બંન્ો ગોલ કેપ્ટન હરમનપ્રીતિંસહે કર્યા હતા ત્ો ૧૦ ગોલ સાથે ટુર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો. ગોલકીપર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રિય મેચ હતી. ત્ોણે ઓલિમ્પિક પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ઓલિમ્પિક ઇતિહાસમાં ભારતને સૌથી વધુ સફળતા હોકીમાં મળી છે. હોકીમાં ભારતનો આ ચોથો બ્રોન્ઝ મેડલ છે. ઉપરાંત ભારતે હોકીમાં સૌથી વધુ આઠ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પણ જીત્યા છે. ૧૯૬૦થી ૧૯૭૨ સુધી ભારતે હોકીમાં સતત ચાર મેડલ જીત્યા હતા. પછી ૧૯૭૬માં ભારત મેડલ જીતવામાં ચૂકી ગયો હતો. જો કે, ૧૯૮૦માં ભારતે ગોલ્ડ મેડલ જીતી ફરી વાપસી કરી હતી.
૧૯૮૦ બાદૃ ઓલિમ્પિકમાં હોકીમાં ભારતીય ટીમના મેડલ જીતવા પર ૪૦ વર્ષ સુધી દૃુષ્કાળ રહૃાો હતો. ત્યાર બાદૃ વર્ષ ૨૦૨૦માં ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતીય ટીમ આ દૃુષ્કાળનો અંત લાવી હતી. હવે હરમનપ્રીત િંસહની આગેવાનીમાં ભારતીય ટીમે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ૫૨ વર્ષ બાદૃ ઇતિહાસ રચ્યો છે.
ભારત માટે હોકીના સુવર્ણ યુગની શરૂઆત ૧૯૨૮ના એમ્સટર્ડમ ઓલિમ્પિકથી થઇ હતી. ભારતીય પુરુષ હોકી ટીમના દિૃગ્ગજ ખેલાડી ધ્યાનચંદૃના નેતૃત્વમાં ભારતીય પુરૂષ હોકી ટીમે ૨૯ ગોલ કર્યા અને એક પણ ગોલ ગુમાવ્યા વિના પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી, ટીમે ૧૯૩૨ લોસ એન્જલસ ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો, ત્યારપછી ભારતે ૧૯૩૬ બર્લિન ઓલિમ્પિકમાં સતત ત્રીજો ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક નોંધાવી હતી. બીજા વિશ્ર્વયુદ્ધને કારણે ૧૯૪૦ અને ૧૯૪૪માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું ન હતું અને ત્યારબાદૃ ભારતે ૧૯૪૮માં લંડન ઓલિમ્પિકમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેની પ્રથમ સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે અહીં પણ પોતાની છાપ છોડી અને હોકીમાં સતત ચોથો ગોલ્ડ જીત્યો હતો. આ પછી ૧૯૫૨ અને ૧૯૫૬માં પણ ટીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ રીતે ભારતે સતત છ ઓલિમ્પિકમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ ભારતીય હોકી ટીમને અભિનંદૃન પાઠવ્યા છે. પીએમ મોદૃીએ લખ્યું, ’આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદૃ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદૃાર પ્રદૃર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેમનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. તેમણે ખૂબ જ િંહમત અને સ્થિતિસ્થાપકતા બતાવી. ખેલાડીઓને અભિનંદૃન.