હું હારી, કુસ્તી જીતી: વિનેશ ફોગાટનો સંન્યાસ

૨૦૦૧-૨૦૨૪… ભાવુક પોષ્ટ સાથે કુશ્તીને અલવિદૃા કરવાનું એલાન કર્યું: સમગ્ર દૃેશ સ્તબ્ધ

પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ માટેના ફાઈનલ મુકાબલા પુર્વે જ માત્ર ૧૦૦ ગ્રામ વધુ વજનના કારણે ડીસ્કવોલીફાઈ થયેલી ભારતીય સ્ટાર કુશ્તીબાજ વિનેશ ફોગાટ ભાંગી પડી છે અને કુશ્તીમાંથી સન્યાસ
લેવાનો આંચકાજનક નિર્ણય જાહેર કર્યો છે.
ઓલિમ્પિકમાં ફાઈનલ પુર્વે જ વધુ વજનના કારણે અયોગ્ય જાહેર થયેલી વિનેશ ફોગાટે આજે સવારે ૫.૧૭ કલાકે ટવીટ પોષ્ટમાં નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. ટવીટમાં વિનશે લખ્યું કે ‘મા, કુશ્તી મારાથી જીતી ગઈ, હડં હારી ગઈ. માફ કરજો આપનું સ્વપ્ન, મારી િંહમત બધું તૂટી ગયું. હવે વધુ તાકાત રહી નથી. અલવિદૃા કુશ્તી ૨૦૦૧-૨૦૨૪ની ભાવુક પોષ્ટ સાથે ૨૯ વર્ષીય વિનેશ ફોગાટે સન્યાસનું એલાન કર્યુ હતું. વિનેશ ફોગાટનો આ નિર્ણય સમગ્ર દૃેશ માટે પણ આંચકાજનક બની રહેવાનું સ્પષ્ટ છે. જો કે વિનેશ ફોગાટના પરિવારે એવું જાહેર કર્યુ છે કે સન્યાસ લેવાના તેના નિર્ણય વિશે તેની સાથે વાતચીત કરવામા આવશે.

વિનેશે અયોગ્યતા સામે અપીલ દાખલ કરી
મને સિલ્વર મેડલ મળવો જોઈએ; CAS આજે પોતાનો નિર્ણય સંભળાવશે

ગોલ્ડ મેડલ મેચ રમવાની પણ માંગ કરી, પણ કોર્ટે કહ્યું કે અમે તેને અટકાવી ન શકીએ

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની ગેરલાયકાત સામે અપીલ દાખલ કરી છે. તેઓએ તેમને સંયુક્ત રીતે સિલ્વર મેડલ આપવા માટે બુધવારે મોડી રાત્રે રમતગમતની આર્બિટ્રેશન કોર્ટમાં અપીલ કરી છે. વિનેશે પહેલા ફાઈનલ રમવાની માંગ પણ કરી હતી. પરંતુ તેઓએ તેમની અપીલ બદલી અને હવે સંયુક્ત રીતે સિલ્વર આપવાની માંગ કરી. પેરિસ સમય અનુસાર સાંજે 5.30 કલાકે વિનેશએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
બુધવારે સવારે, વિનેશનું વજન તેના નિર્ધારિત 50 કિલોગ્રામ કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી ઓલિમ્પિક એસોસિએશને તેણીને ફ્રી સ્ટાઇલ મહિલા કુસ્તી માટે અયોગ્ય જાહેર કરી. ભારતીય ઓલિમ્પિક સંઘે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
ઓલિમ્પિકમાંથી બહાર થયા બાદ વિનેશની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે કોચ વિજય દહિયા તેને મળવા આવ્યા ત્યારે વિનેશે તેને કહ્યું – ’તે ખરાબ નસીબ હતું કે અમે મેડલ ગુમાવી દીધા, પરંતુ આ રમતનો એક ભાગ છે.’

રિલેટેડ ન્યૂઝ