પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં ગોલ્ડ મેડલ માટે ભારતને જો કોઈ પાસેથી સૌથી વધુ અપેક્ષાઓ હતી તો તે નીરજ ચોપરા હતા. જો કે, આ સ્ટાર ભાલા ફેંકમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગયા હતા. તેણે ૮૯.૪૫ મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ થ્રો તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ સાથે જ પાકિસ્તાનના અરશદૃ નદૃીમે ૯૨.૯૭ મીટરનો થ્રો કરીને ગોલ્ડ જીત્યો હતો. આ એક નવો ઓલિમ્પિક રૅકોર્ડ છે. આ પહેલા નીરજે નદૃીમને દૃસ મેચમાં હરાવ્યો હતો. હાથમાંથી ગોલ્ડ મેડલ સરકી જવાનું દૃુ:ખ વ્યક્ત કરતાંં નીરજે કહૃાું કે, ’મેં મારું શ્રેષ્ઠ આપ્યું, પરંતુ દૃરેક ખેલાડીનો દિૃવસ હોય છે. આજે અરશદૃનો દિૃવસ હતો, તો ટોક્યોમાં મારો દિૃવસ હતો.’ આ સાથે જ નીરજે એક મોટી ભવિષ્યવાણી પણ કરી કે, ભલે હું પેરિસમાં આપણું રાષ્ટ્ર્ગાન ન વગડાવી શક્યો, પણ આ થશે જરૂર. હકીકતમાં જે દૃેશનો ખેલાડી ગોલ્ડ મેડલ જીતે છે તેનું રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે. ૨૬ વર્ષીય નીરજે સિલ્વર મેડલ મેળવ્યા બાદૃ કહૃાું, ’જ્યારે પણ દૃેશ માટે મેડલ જીતીએ છીએ ત્યારે ખુશી થાય છે.’ હવે રમતમાં સુધારો કરવાનો સમય છે. અમે બેસીશું, ચર્ચા કરીશું અને સુધારીશું. જે પણ ખામીઓ હશે, તેને દૃૂર કરવામાં આવશે. જો એકંદૃરે જોવામાં આવે તો ભારતનું પ્રદૃર્શન સારું રહૃાું છે. ટોક્યો સાથે ગોલ્ડ, બ્રોન્ઝ કે સિલ્વર મેડલ જીતવાની સરખામણી કરશો નહીં. દૃરેક વખતે આપણા મેડલ વધે એ જરૂરી નથી. પરંતુ આવનારા સમય માટે આ સંકેત છે કે આપણા મેડલ વધુ વધશે.’ જ્યારે નીરજને ટોક્યોની સરખામણીમાં પેરિસ ફાઇનલની સ્પર્ધા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહૃાું, ’સ્પર્ધા ખૂબ જ હતી. દૃરેક રમતવીરનો પોતાનો દિૃવસ હોય છે. આજે અરશદૃનો દિૃવસ હતો. પણ ટોક્યો, બુડાપેસ્ટ કે એશિયન ગેમ્સની વાત કરીએ તો એ આપણો દિૃવસ હતો.’
રિલેટેડ ન્યૂઝ
-
રવિન્દ્ર જાડેજા હવે રાજકારણની ઈનિંગ રમશે : ભાજપનું સભ્યપદ લીધું
ધારાસભ્ય પત્ની રિવાબાની સત્તાવાર જાહેરાત ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા હવે રાજકારણમાં ડેબ્યૂ કરવા તૈયાર... -
મુંબઇના માટુંગા પોલીસ સ્ટેશના પી.આઇ. વતી રાજકોટમાં 10 લાખની લાંચ લેતો વચ્ચેટીયો ઝડપાયો
અગાઉ નોંધાયેલા ગુનામાં નિવેદન નોંધાવવા મળેલી નોટીસ બાદ ધરપકડ અને હેરાનગતિ નહી કરવા રૂપિયા લેતા એ.સી.બીના... -
આજથી આજથી ગણેશ ઉત્સવનો શુભારંભ ગણેશ ઉત્સવનો શુભારંભ
આવતી કાલ શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થનાર છે. ભાવિકો ગણપતિ બાપ્પાને ઘેર લઈ આવવા પંડાલમાં બેસાડવા...