૭૮ લાખ ઇપીએસ પેન્શનરો માટે ખુશખબર ૧લી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેન્કમાંથી મળશે પેન્શન

સેન્ટ્રલાઇઝડ પેન્શન સિસ્ટમને શ્રમમંત્રી મનસુખ માંડવિયાએ આપી મંજૂરી: પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહી પડે

એમ્પલોઇ પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શન મેળવનાર લોકો માટે મહત્ત્વના સમાચાર છે. ૧ જાન્યુઆરી ૨૦૨૫ થી EPS પેન્શનરો દૃેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિર્ણયથી ૭૮ લાખ જેટલાં EPS પેન્શન ધારકોને ફાયદૃો થશે.
શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ, EPS ના ચેરપર્સન મનસુખ માંડવિયાએ એમ્પલોઈ પેન્શન સ્કીમ ૧૯૯૫ માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન સિસ્ટમના પ્રસ્તાવને મંજૂરી આપી દૃીધી છે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ તૈયાર થવાથી ભારતના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેક્ધની, કોઈપણ બ્રાન્ચમાંથી પેન્શનર્સને પેન્શન આપી શકાશે. સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમથી ઈઁર્હ્લં ના ૭૮ લાખ EPS પેન્શનર્સને લાભ થશે. ઈઁજી ના આ નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહૃાું, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો નિર્ણયEPS ના આધુનિકરણમાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવા જઈ રહૃાો છે. દૃેશમાં ગમે ત્યાં, કોઈપણ બેક્ધની, કોઈપણ બ્રાન્ચથી પેન્શનર્સને પેન્શન મળવાથી લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓ દૃૂર કરવામાં મદૃદૃ મળશે.
સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા દૃેશમાં પેન્શન વિતરણમાં મદૃદૃ મળશે અને તેના માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહીં પડે.
પહેલાં પેન્શનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બેક્ધ અથવા શાખા બદૃલાવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર રજૂ કરવો પડતો હતો. જે પેન્શનર્સ નિવૃત્તિ બાદૃ પોતાના હોમટાઉન જતા રહે છે, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે. આગળના ફેઝમાં સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમને આધાર બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ