આ વર્ષે આઇઆઇટીના ૮૦૦૦ વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત

દૃેશમાં પ્રતિદિૃન બ્ોરોજગારીની સમસ્યા વિકરાળ બનતી જાય છે

એક સમયે આઇઆઇટીમાં અભ્યાસ દૃરમિયાન જ પ્લેસમેન્ટ નક્કી થઈ જતુ હતુ: ૨૦૨૪માં ૨૧૫૦૦ આઇઆઇટીયનોમાંથી માત્ર ૧૩,૪૧૦ જ જોબ મેળવી શક્યા

દૃેશમાં બેરોજગારીનો પ્રશ્ર્ન પ્રતિદિૃન વિકરાળ બનતો જાય છે. અન્ય કોલેજો અને યુનિવર્સિટીઓ તો છોડો,IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી) જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્નાતકોને પણ નોકરી નથી મળતી. તાજેતરમાં બહાર પાડવામાં આવેલા પ્લેસમેન્ટ રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે.
તાજેતરમાં અહેવાલ આવ્યો છે કે દૃેશની ૨૩IITમાં ૨૦૨૪ના શૈક્ષણિક વર્ષમાં પાસ થયેલા કુલ ૨૧,૫૦૦ વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે કેમ્પસ પ્લેસમેન્ટમાં નામ નોંધાવ્યું હતું, પણ એમાંથી માત્ર ૧૩,૪૧૦ વિદ્યાર્થીઓ જ નોકરી મેળવી શક્યા છે. ૮,૦૯૦ વિદ્યાર્થીઓ હજુ પણ બેરોજગાર છે. બેરોજગારીની ટકાવારી થઈ ૩૭.૬૩!
એક સમય એવો હતો કેIITમાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીને ફટ કરતાં તગડા પગારની નોકરી મળી જતી, પણ હવે શ્ય બદૃલાયું છે. તાજેતરમાં આવેલા આંકડા પરથી સાબિત થાય છે કે અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રને પણ હવે બેરોજગારીનો લૂણો લાગવા લાગ્યો છે.
આ વર્ષનાIIT સ્નાતકોમાં કેમ્પસ પ્લેસમેન્ટ બાદૃ બેરોજગારીનો દૃર અગાઉ ક્યારેય નહોતો એટલો ઊંચો છે.
વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૨માં સ્થિતિ ૨૦૨૪ જેટલી ખરાબ નહોતી. ૨૦૨૩ માં ૨૦,૦૦૦IIT સ્નાતકોએ પ્લેસમેન્ટ માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૧૫,૮૩૦ને નોકરી મળી ગઈ હતી. એમને સરેરાશ વાર્ષિક ૧૭.૧ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું હતું. ગત વર્ષે ૪,૧૭૦ વિદ્યાર્થીઓ કેમ્પસ ભરતી દ્વારા નોકરી નહોતા મેળવી શક્યા. ૨૦૨૨માં નોકરી માટે રજિસ્ટર્ડ થયેલા ૧૭,૯૦૦ વિદ્યાર્થીઓમાંથી ૩,૦૦૦ કરતાં વધુને નોકરી નહોતી મળી. આ આંકડો આ વર્ષે વધીને ૮,૦૯૦ થઈ ગયો છે.
કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા ભરતી કરતી કંપનીઓની સંખ્યામાં પણ આ વર્ષે વધારો થયો છે. ગયા વર્ષે ભાગ લેનાર ૩૨૪ કંપનીઓ સામે આ વર્ષે ૩૬૪ સંસ્થાઓએ ભાગ લીધો હતો, જે ૧૨ ટકાનો વધારો દૃર્શાવે છે. અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઘણાં સ્નાતકોએ નોકરીના બદૃલે વૈકલ્પિક તકો સ્વીકારી છે. કેટલાક વિદ્યાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ પર પસંદૃગી ઉતારી છે, તો કેટલાકે સ્વ-રોજગાર/ધંધાર્થી બનવાનું પસંદૃ કર્યું છે.
મુંબઈ સ્થિત IIT બોમ્બેની વાત કરીએ તો નોકરી માટે ૨,૪૧૪ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાંથી લગભગ ૭૫ ટકા એટલે કે ૧,૪૭૫ વિદ્યાર્થીઓ નોકરી મેળવવામાં સફળ રહૃાા હતા અને ૯૩૯ બેરોજગાર રહૃાા હતા. નોકરી મેળવનારાને સરેરાશ CTC (કોસ્ટ ટુ કંપની) ૨૩.૫ લાખ રૂપિયાનું પેકેજ મળ્યું છે, જે ગયા વર્ષના સરેરાશ વાર્ષિક ૨૧.૮૨ લાખ રૂપિયા કરતાં ૭.૭ ટકાનો વધારો દૃર્શાવે છે.
IIT બોમ્બેના પ્લેસમેન્ટના વિગતવાર આંકડા
નોંધાયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા: ૨,૪૧૪
સક્રિય સહભાગીઓની સંખ્યા: ૧,૯૭૯
નોકરી સ્વીકારનારાની કુલ સંખ્યા: ૧,૪૭૫
ઓફર કરાયેલી નોકરીની કુલ સંખ્યા: ૧,૬૫૦
વાર્ષિક ૧ કરોડ રૂપિયાથી વધુ પગારની નોકરી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા: ૨૨
સ્વીકારવામાં આવેલી પ્રી-પ્લેસમેન્ટ ઓફરની સંખ્યા: ૨૫૮
ઑફર કરાયેલ આંતરરાષ્ટ્રીય નોકરીની સંખ્યા: ૭૮
ફાળવેલ ઑફર્સની સરેરાશ ઝ્ર્ઝ્ર: વાર્ષિક ૨૩.૫૦ લાખ રૂપિયા
સરેરાશ પગાર: વાર્ષિક ૧૭.૯૨ લાખ રૂપિયા
ટોચના ભરતી ક્ષેત્ર: એન્જિનિયિંરગ અને ટેકનોલોજી
પગારધોરણની વિગતો:
વાર્ષિક ૨૦ લાખ રૂપિયાથી વધુ મેળવનારાની સંખ્યા: ૫૫૮
વાર્ષિક ૧૬.૭૫થી ૨૦ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૨૩૦
વાર્ષિક ૧૪થી ૧૬.૭૫ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૨૨૭
વાર્ષિક ૧૨થી ૧૪ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૯૩
વાર્ષિક ૧૦થી ૧૨ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૧૬૧
વાર્ષિક ૮થી ૧૦ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૧૨૮
વાર્ષિક ૬થી ૮ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૬૮
વાર્ષિક ૪થી ૬ લાખ સુધીનો પગાર મેળવનારાની સંખ્યા: ૧૦
દૃેશની કુલIIT ની સંખ્યા: ૨૩
૨૦૨૪ માંIIT સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા: ૨૧,૫૦૦
કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા નોકરી મેળવનારાની સંખ્યા: ૧૩,૪૧૦
બેરોજગાર વિદ્યાર્થીઓની સંખ્યા: ૮,૦૯૦
બેરોજગારીની ટકાવારી: ૩૭.૬૩
૨૦૨૩માં બેરોજગારIIT સ્નાતકોની સંખ્યા: ૪,૧૭૦
૨૦૨૨માં બેરોજગારIITસ્નાતકોની સંખ્યા: ૩,૦૦૦થી વધુ

રિલેટેડ ન્યૂઝ