જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલની બનાવી હોત તો તે ક્યારેય ન તૂટી પડી હોત

મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો

િંસધુદૃુર્ગમાં સ્થિત છત્રપતિ શિવાજીની પ્રતિમા તૂટી પડવાથી રાજકારણ ગરમાયુ છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં આ એક મોટો મુદ્દો બની ગયો છે. ચૂંટણી પહેલા જ આ ઘટના ઘટવાથી સત્તાધારી ગઠબંધન દ્ગડ્ઢછ બેકફૂટ પર છે.
આ વચ્ચે હવે ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ કહૃાું કે, જો છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્ટીલની બનાવી હોત તો તે ક્યારેય ન તૂટી પડી હોત. નીતિન ગડકરીએ કહૃાું કે, સમુદ્રની નજીકના વિસ્તારોમાં લોખંડમાં કાટ લાગવાની સમસ્યા વધુ જોવા મળે છે. ખાસ કરીને સમુદ્રથી ૩૦ કિલોમીટરના અંતર સુધી આવી સ્થિતિ રહે છે.
ભાજપ નેતાએ હાઈવે ઓથોરિટીના કામકાજનો ઉલ્લેખ કરતા કહૃાું કે, બ્રિજ બનાવામાં સ્ટેનલેસ સ્ટીલનો જ ઉપયોગ કરવો જોઈએ. મને ખબર છે કે, જ્યારે હું મુંબઈમાં ૫૫ લાયઓવર બનાવી રહૃાો હતો ત્યારે એક વ્યક્તિએ મને મૂરખ બનાવ્યો હતો. તેણે પાઉડર કોિંટગ કરીને લોખંડ આપ્યું અને તે લીલા રંગનું હતું. તેણે કહૃાું કે આમાં કાટ નહીં લાગશે.
પરંતુ જ્યારે તેને લગાવવામાં આવ્યું ત્યારે થોડા જ તેમાં સમયમાં નુકસાન થવા લાગ્યું. જો સમુદ્રથી ૩૦ કિલોમીટર સુધીના અંતરે કંઈક કામ કરવું હોય તો સ્ટીલ લગાવ્યા વિના કામ નહીં ચાલશે. જો શિવાજીની પ્રતિમામાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો તે કોઈ પણ સ્થિતિમાં તૂટી ન પડી હોત.
એ સામાન્ય બાબત છે કે જ્યાં હાર્ડ રોક હશે ત્યાં ડ્રિલ કરવા માટે મજબૂત મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જ્યારે સોટ માટી ધરાવતા વિસ્તારોમાં અન્ય મશીનો લગાવી શકાય છે.

રિલેટેડ ન્યૂઝ