ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીનો હુંકાર
અમે દૃેશને બંધારણ આપ્યું છે : તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે : રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદૃ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે (૪ સપ્ટેમ્બર ૨૦૨૪) રામબન પહોંચ્યા હતા. રાહુલે અહીં ગુલ વિસ્તારના સાંગલદૃાનમાં એક રેલીને સંબોધિત કરી હતી. આ દૃરમિયાન તેમણે નરેન્દ્ર મોદૃી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
રેલીને સંબોધતા રાહુલે કહૃાું કે, ’હું અહીં તમારા દૃરેકનું સ્વાગત કરું છું. તમે જોયું હશે કે સમગ્ર દૃેશમાં ભાજપ – આરએસએસના લોકો િંહસા અને ભય ફેલાવી રહૃાા છે. લડાઈ માત્ર બે જ વસ્તુઓ વચ્ચે છે, નફરત અને પ્રેમ. અમે એક સૂત્ર આપ્યું છે કે, નફરતની બજારમાં પ્રેમની દૃુકાન ખોલીશું. નફરતને પ્રેમ દ્વારા હરાવી શકાશે. પહેલા મોદૃી છાતી કાઢીને આવતાં હતા પરંતુ હવે….. (ઈશારાથી કહે છે) આ રીતે આવે છે. જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દૃરજ્જો આપવા વિશે રાહુલ ગાંધીએ ક્હૃાું કે, ’પહેલીવાર િંહદૃુસ્તાનના રાજ્યમાંથી લોકોના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દૃરજ્જો પાછો આપવો પડશે. તમારી પાસેથી અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. અમે દૃેશને બંધારણ આપ્યું છે. તમારા લોકોની સંપત્તિ તમારી પાસેથી છીનવીને બહારના લોકોને આપવામાં આવી રહી છે. અમે ઇચ્છતા હતા કે ચૂંટણી પહેલા તમને રાજ્યનો દૃરજ્જો મળે અને પછી ચૂંટણી યોજાય, પરંતુ ભાજપ આવું નથી ઈચ્છતી.પરંતુ ભાજપ ઇચ્છે કે ન ઇચ્છે, અમે એટલું દૃબાણ કરીશું કે ભાજપને રાજ્યનો દૃરજ્જો આપવો પડશે. મોદૃીજીએ સમગ્ર દૃેશમાં બેરોજગારી ફેલાવી છે. તમે અદૃાણીનું નામ સાંભળ્યું છે? અદૃાણી મોદૃીજીના મિત્ર, જે બધા નાના કામ કરે છે, અને મોદૃીજી તેમના માટે ય્જી્ લઈ આવે છે.’જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર થયા બાદૃ તમામ રાજકીય પક્ષો ચૂંટણીની તૈયારીમાં જોડાઈ ગયા છે. હરિયાણામાં કોંગ્રેસ અને આમ આદૃમી પાર્ટી (છછઁ) વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતચીત ચાલી રહી છે. તો જમ્મુ કાશ્મીરમાં રાહુલ ગાંધીની રેલીઓ સાથે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી પ્રચાર શરુ થઈ ગયો છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી આજે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદૃવારોની પહેલી યાદૃી જાહેર કરી શકે છે. પરંતુ આ દૃરમિયાન જમ્મુ કાશ્મીરની ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર જોરદૃાર પ્રહારો કર્યા હતા.