મુંબઇ: વર્ષોથી લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ સાથે જોડાયેલા અનંત અંબાણીને મુંબઇના આ નંબર વન ગણેશોત્સવ મંડળે ઓનરરી મેમ્બર બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલી મંડળની વાર્ષિક સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
મંડળની એન્યુઅલ જનરલ મીટીંગમાં આ બાબતનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેને સર્વાનુમતે અપ્રૂવ કરવામાં આવ્યો હતો. મંડળના એક સભ્યે કહ્યું હતું કે એજીએમમાં લેવાયેલા નિર્ણય મુજબ કમિટિએ અનંત અંબાણીને ઓનરરી મેમ્મબરશીપ આપવાના નિર્ણય પર મંજુરીની મહોર મારી દીધી છે. દર વર્ષે નજરલ બોર્ડની મંજુરી સાથે આ મેમ્બરશીપની મુદત વધારી શકાશે.
ગણેશોત્સવ દરમ્યાન જે પણ ડોનેશન આવે છે એમાંથી આખા વર્ષ દરમ્યાન મંડળ ચેરીટીનું કામ કરે છે. જો કે લોકડાઉનના સમયે ફન્ડના અભાવે ચેરીટીનું કામઅટકી ગયું હતું ત્યારે અનંત અંબાણીએ મંડળને સારો એવો સપોર્ટ કર્યો હતો. ફાઉન્ડેશને એ સમયે મંડળને 24 ડાયાલીસીસ મશીન આપ્યા હતા તેમજ મંડળની રુગ્ણ સહાય નિધિ યોજનામાં પણ અનંત અંબાણીએ મદદ કરી હતી. દર વર્ષે અંબાણી પરિવાર લાલબાગ ચા રાજાના દરબારમાં આવતો હોય છે. ગયા વર્ષે તો લાલબાગ ચા રાજાના મંડળની આસપાસ અનંત અંબાણીના નામના બેનર્સ પણ લગાવવામાં આવ્યા હતા.