રાજધાની દિલ્હીમાં ISISના ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ત્રણે આતંકવાદીઓની ધરપકડ કરી છે.પોલીસ તેઓની પૂછપરછ કરી રહી છે કે દિલ્હીમાં પ્રવેશ કરવાનું કારણ શું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ગુરુવારે વહેલી સવારે વજીરાબાદ વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટર બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISIS પ્રભાવિત ત્રણ આતંકવાદીઓને પકડવામાં સફળતા મેળવી છે. તેમની પાસેથી પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા છે.દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. તે જ સમયે, સીએએ અને એનઆરસીને લઈને છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. બુધવારે પણ મોટી સંખ્યામાં લોકો જામા જસ્જીદ નજીક એકઠા થયા હતા અને દેખાવો શરૂ કર્યા હતા. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો શામેલ હતા. દિલ્હી પોલીસ માટે આ તમામ પ્રદર્શનનો સામનો કરવોએ એક મોટો પડકાર છે, આવી સ્થિતિમાં આતંકવાદીઓ એવી તક શોધી રહ્યા છે જ્યારે દિલ્હીમાં આતંકવાદી હુમલો થઈ શકે.આ પહેલા 25 નવેમ્બર 2019 ના રોજ, દિલ્હી પોલીસે ત્રણ આતંકવાદીઓને ઇમ્પ્રુવાઈઝ્ડ વિસ્ફોટક ઉપકરણો સાથે ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આ લોકો ISIS મોડ્યુલના સભ્યો હતા, જે દિલ્હી અને આસામ સહિતના અનેક રાજ્યોમાં વિસ્ફોટ કરવાની તૈયારી કરી રહ્યા હતા.
રિલેટેડ ન્યૂઝ
-
ઇમ્પોર્ટ-એક્પોર્ટ ક્ષેત્રે ઉપયોગી ડેટા અને માહિતી સંપૂર્ણ ફ્રિ આપતી ભારતની એકમાત્ર લાઇમ ઇન્સ્ટીટ્યુટ
14 વર્ષથી ઇમ્પોર્ટ-એક્પોર્ટ-ટ્રેનિંગ ક્ષેત્રે કાર્યરત લાઇમ ઇન્સ્ટીટ્યુટમાં ગુજરાત અને ભારત ઉપરાંત વિદેશથી પણ લોકો તાલીમ મેળવવા... -
ક્રૂડ તેલનો વાયદો રૂ.31 લપસ્યો: સોનાના વાયદામાં રૂ.1349 અને ચાંદીના વાયદામાં રૂ.3949નો ઉછાળો
કોમોડિટી વાયદાઓમાં રૂ.27828.72 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.109271.88 કરોડનું ટર્નઓવર: સોના-ચાંદીના વાયદાઓમાં રૂ.22286.46 કરોડનાં કામકાજ: બુલિયન... -
અજિત ડોભાલે નતાલી સાથે બેઠકમાં ડીલ કરી
કેનેડામાં ખાલિસ્તાનીઓની ફિલ્ડિંગ સેટ ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજદ્વારી તણાવ બાદૃ હવે...
