કેટલીક પાર્ટીઓ પરાજય સ્વીકારી શકતી નથી:મોદૃી

સત્રના પ્રારંભ પૂર્વે વિપક્ષોને આડે હાથ લેતા વડાપ્રધાન

નવી દિૃલ્હીમાં શરૂ થયેલા સંસદૃના શિયાળુ સત્રના પ્રથમ દિૃવસ્ો ગ્ાૃહની કાર્યવાહીમાં ભાગ લેવા સંસદૃભવન ખાત્ો આવી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી મીડીયાન્ો સંબોધી રહૃાા છે. સાથે સંસદૃીય બાબતોના મંત્રી કિરેન રિજ્જુ, વડાપ્રધાન કાર્યાલયના મંત્રી ડો. જિત્ોન્દ્રસિંહ, કાયદૃા મંત્રી અર્જુનિંસહ મેઘવાલ નજરે પડે છે.

સંસદૃમાં ડ્રામાબાજી નહીં ડીલીવરી: વિપક્ષન્ો સંદૃેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પુર્વે પત્રકારોને સંબોધનમાં વિપક્ષોને આડે હાથે લીધા હતા અને કહ્યું કે કેટલાક પક્ષો પરાજય પચાવી શકતા નથી પરંતુ અનેક વખત સાબીત થઈ ગયું છે કે ભારતમાં લોકતંત્ર જીવંત છે. શ્રી મોદીએ જણાવ્યું કે મારે તમામ વિપક્ષોને કહેવું છે કે ચુંટણીના પરાજય માટેનો બોખલાહટ સંસદમાં વ્યક્ત કરવાનું મેદાન બનવું ન જોઈએ. શિયાળુ સત્ર વિજયના અહંકારમાં પણ પરિવર્તિત થવું ન જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે આ ફકત પરંપરા નથી પરંતુ નવા કામ માટેની ઉર્જા મેળવવાની છે. તેઓએ વિપક્ષોને ચર્ચામાં મજબૂત મુદાઓ ઉઠાવવા અપીલ કરી હતી અને કહ્યું કે ડ્રામેબાજી નહી ડિલીવરી થવી જોઈએ. પરાજયની નિરાશામાંથી બહાર આવવું જોઈએ.

શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદૃીએ કહૃાું કે ભારતે સાબિત કર્યું છે કે લોકશાહી કાર્ય કરી શકે છે. આ સત્ર વિકસિત ભારતના લક્ષ્યમાં વધુ ઊર્જા ભરવાની તક છે. આ સાથે પીએમ મોદૃીએ વિપક્ષને હારની નિરાશાને દૃૂર કરવા અને મજબૂત મુદ્દાઓ ઉઠાવવા વિનંતી કરી. તેમણે કહૃાું કે આ સત્ર હારની નિરાશા કે વિજયના ઘમંડનું મેદૃાન ન બનવું જોઈએ. નવી પેઢીના સભ્યોએ અનુભવનો લાભ લેવો જોઈએ. અહીં નાટક નહીં, પરંતુ ડિલિવરી હોવી જોઈએ. રાષ્ટ્રીય નીતિ પર ચર્ચા થવી જોઈએ.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે રાષ્ટ્રનીતિ માટે સકારાત્મકતા જરૂરી છે. ગૃહ હોબાળા માટે નથી. સૂત્રોચ્ચાર માટે આખો દૃેશ ખાલી છે. ગૃહમાં નકારાત્મકતા ન હોવી જોઈએ. હું વિપક્ષને સુચન કરવા તૈયાર છું કે પરફોર્મ કેવી રીતે કરી શકાય. હારની હતાશામાંથી બહાર આવો. વિપક્ષ તેની વ્યૂહરચના બદૃલે. પોતાની ફરજ નિભાવે. દૃેશની આર્થિક સ્થિતિ મજબૂત થઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ