૧૮ કેરેટ સોનાનો ભાવ રૂ.૯,૮૦૧ પ્રતિ ગ્રામ ચાંદૃીમાં આગ ઝરતી તેજી, સોનાની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો

વાયદૃા બજારમાં સોમવારે સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (સ્ઝ્રઠ) પર સવારે ૧૦:૫૬ વાગ્યે, ફેબ્રુઆરી ૨૦૨૬ ડિલિવરી કોન્ટ્રેક્ટ માટે સોનાના વાયદૃાના ભાવ રૂ.૧,૨૯,૯૬૪ પ્રતિ ૧૦ ગ્રામ નોંધાયા, જે પાછલા સત્ર કરતા ૦.૩૬ ટકા વધુ છે. આ દૃરમિયાન, માર્ચ ૨૦૨૬ ડિલિવરી માટે ચાંદૃીના ભાવ પણ પાછલા સત્ર કરતા ૦.૭૬ ટકા વધીને રૂ.૧,૭૬,૩૦૬ પ્રતિ કિલોગ્રામ થયા હતા.
સોનાને સલામત રોકાણ તરીકે જોવામાં આવે છે. ભાવમાં આ વધારો કંઈ નવો નથી. છેલ્લા ૨૦ વર્ષોમાં, સોનાએ રોકાણકારોને પ્રભાવશાળી વળતર આપ્યું છે.
૨૦૦૫માં, તેની િંકમત ૧૦ ગ્રામ દૃીઠ રૂ.૭,૬૩૮ હતી. આ વર્ષના સપ્ટેમ્બરમાં, સોનાએ રૂ.૧૩૦,૦૦૦ ના આંકને વટાવી દૃીધો. આનો અર્થ એ થયો કે છેલ્લા બે દૃાયકામાં રોકાણકારોએ લગભગ ૧,૫૦૦% નો આશ્ર્ચર્યજનક વધારો જોયો છે. સૌથી નોંધપાત્ર વાત એ છે કે, આ ૨૦ વર્ષોમાંથી ૧૬ વર્ષમાં સોનાએ સકારાત્મક રિટર્ન આપ્યું છે.
મહાનગરોમાં આજે હાજર સોનાના ભાવ
ગુડ રિટર્ન મુજબ, દિૃલ્હીમાં આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ.૧૩,૦૬૩ પ્રતિ ગ્રામ, ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ.૧૧,૯૭૫ પ્રતિ ગ્રામ અને ૧૮ કેરેટ સોનાનો ભાવ રૂ.૯,૮૦૧ પ્રતિ ગ્રામ છે.

રિલેટેડ ન્યૂઝ