Jai Hind

દેશની સૌથી મોટી એરલાઇનની મુશ્કેલી વધી ઇન્ડિગો સામે ૮૨૯ યાત્રીઓનો સમૂહ વળતરની માગ સાથે કોર્ટમાં જવાની તૈયારી

એરલાઇનની સ્થિતિ સામાન્ય બની પણ પ્રભાવિત મુસાફરોની મુશ્કેલીઓ હજી સમાપ્ત થઈ નથી

ઇન્ડિગો એરલાઇન્સ સાથે જોડાયેલુ સંકટ હજુ પણ યથાવત જોવા મળી રહૃાુ છે. લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહૃાા છે. ત્યારે બીજી તરફ ઉડ્ડયન નિષ્ણાત સંજય લાઝરે દૃાવો કર્યો છે કે ૮૨૯ યાત્રીઓના સમૂહ સાથે વળતરની માગણી માટે કોર્ટ જવાની તૈયારીમાં છે.
ઇન્ડિગો એરલાઇન્સ હાલમાં દૃેશમાં મુખ્ય ચર્ચાનો વિષય બની ગઈ છે. મોટાભાગના લોકો ઇન્ડિગોને લઈને ઘણી ચર્ચા કરી રહૃાા છે. ઇન્ડિગો એરલાઇન્સ સાથે જોડાયેલા તાજેતરના સંકટ બાદૃ ભલે હવે કંપનીની સ્થિતિ સામાન્ય થઈ ગઈ હોય, પરંતુ તેનાથી પ્રભાવિત મુસાફરોની મુશ્કેલીઓ હજુ સુધી સમાપ્ત થઈ નથી. હવે અનેક લોકો એકસાથે એરલાઇન્સ સામે ‘ક્લાસ એક્શન એટલે કે સામૂહિક કેસ દૃાખલ કરવાની તૈયારી કરી રહૃાા છે. આ દૃાવો વિમાનન નિષ્ણાત સંજય લાઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર કરેલી એક પોસ્ટમાં કર્યો છે.
લાઝરે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે મોટી સંખ્યામાં મુસાફરો હજુ પણ મદૃદૃ માટે તેમના સંપર્કમાં છે. તેમણે કહૃાું કે આ માહિતી તેઓ જનહિતમાં શેર કરી રહૃાા છે. તેમના જણાવ્યા મુજબ, ઇન્ડિગો સંકટથી પ્રભાવિત ૮૨૯ મુસાફરોનું એક જૂથ તૈયાર થઈ ગયું છે, જે હવે વળતરની માંગ સાથે કોર્ટનો દૃરવાજો ખટખટાવવાની તૈયારીમાં છે.પોસ્ટમાં વિમાનન નિષ્ણાત સંજય લાઝરે ઇન્ડિગો સંકટ દૃરમિયાન પ્રભાવિત થયેલા લોકોને એક ગ્રુપમાં જોડાવાની અપીલ કરી છે. તેમણે કહૃાું કે જેમની લાઇટ રદૃ થઈ હતી, જે એરપોર્ટ પર અટવાઈ ગયા હતા અથવા કોઈ પણ રીતે આ અવ્યવસ્થાથી પ્રભાવિત થયા હતા.