રાજ્યમાં િંસહ, દૃીપડો અન્ો હવે વાઘ
ગુજરાતમાં વાઘની હાજરીની એનટીસીએ દ્વારા સત્તાવાર જાહેરાત
રતનમહાલ અભ્યારણ્યમાં લાંબા સમયથી વાઘની વસવાટ કરી રહૃાા છે: ફરી એકવાર ટાઇગર સ્ટેટ તરીકે ઓળખ મેળવવાની દિૃશામાં ગુજરાત
ગીરથી ઓળખાતું ગુજરાત હવે એશિયાઈ િંસહોની ધરતી પૂરતું સીમિત રહૃાું નથી. ત્રણ દૃાયકા કરતાં વધુ સમય બાદૃ રાજ્યનાં જંગલોમાં વાઘની સ્થાયી હાજરી નોંધાતાં ગુજરાત ફરી એકવાર ‘ટાઇગર સ્ટેટ તરીકે ઓળખ મેળવવાની દિૃશામાં આગળ વધી રહૃાું છે.
દૃાહોદૃ જિલ્લાના રતનમહાલ અભયારણ્યમાં વાઘ લાંબા સમયથી વસવાટ કરી રહૃાો હોવાનું રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ દ્વારા સત્તાવાર રીતે માન્ય કરવામાં આવ્યું છે. આમ, વિશ્ર્વમાં ત્રણ બિગ કેટ હોય એવું પહેલું સ્થળ આપણું ગુજરાત બન્યું છે.
એનટીસીએના અધિકારીઓ માને છે કે એક જ વિસ્તારમાં લાંબા સમય સુધી વાઘનું ટકીને રહેવું એ ગુજરાતનાં જંગલો વાઘ માટે અનુકૂળ હોવાનો પુરાવો છે. આ સફળતા રાજ્યના વન સંરક્ષણ પ્રયાસો માટે પણ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
ગુજરાતના વન અને પર્યાવરણમંત્રીના મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આ પ્રત્યેક ગુજરાતી માટે ગર્વની વાત છે. ગુજરાતમાં એક સમયે મોટી સંખ્યામાં વાઘની હાજરી હતી, પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. વર્ષ ૧૯૯૨માં વાઘની વસતિગણતરીમાંથી ગુજરાતની બાદૃબાકી કરવામાં આવી હતી અને રાજ્યએ “ટાઈગર સ્ટેટ”નો દૃરજ્જો ગુમાવ્યો હતો. ત્યાર બાદૃ વર્ષ ૨૦૧૯ વાઘ જોવા મળતાં આશાીનું કિરણ જાગ્યું હતું, પરંતુ દૃુર્ભાગ્યે એ વાઘ માત્ર ૧૫ દિૃવસ સુધી જ જીવિત રહી શક્યો હતો.
અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહૃાો છે એ સૌપ્રથમ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદૃ થયો હતો.
’નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ને જાણ કરાઈ હતી. એના આધારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટીમે ગુજરાતમાં અભ્યાસ કરીને પોતાના પ્રારંભિક રિપોર્ટમાં રતનમહાલ વન્યજીવ અભયારણમાં વાઘની હાજરીની પુષ્ટિ કરી છે અને દૃેશમાં વાઘની વસતિગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યો છે, સાથે જ ગુજરાતમાં વાઘના વસવાટ કરવા ઈકો સિસ્ટમ હોવાની પણ પુષ્ટિ કરી છે અને આ ઈકો સિસ્ટમને મજબૂત કરવા માટેનાં પગલાં પણ સૂચવ્યાં છે.’
શરૂઆતમાં રખડતો વાઘ માનવામાં આવ્યો, પછી તો ઘર બનાવી લીધું વન વિભાગના જણાવ્યા મુજબ, મધ્યપ્રદૃેશની સરહદૃ પરથી ફેબ્રુઆરી મહિનામાં એક યુવાન વાઘ રતનમહાલ વિસ્તારમાં પ્રવેશ્યો હતો. શરૂઆતમાં એને રખડતો વાઘ માનવામાં આવ્યો, પરંતુ છેલ્લા દૃસ મહિનાથી એક જ વિસ્તારમાં એની સતત હાજરીએ સ્પષ્ટ કરી દૃીધું છે કે તેણે આ જંગલને પોતાનું ઘર બનાવી લીધું છે. કેમેરા ટ્રેપ અને ફોટોગ્રાફિક પુરાવાઓના આધારે દ્ગ્ઝ્રછએ ગુજરાતને ૨૦૨૬ની અખિલ ભારતીય વાઘ ગણતરીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
આગામી સમયમાં વાઘની ગણતરી દૃરમિયાન એને રેડિયો કોલર પહેરાવવાની યોજના છે, જેથી એની ગતિવિધિઓ પર નજર રાખી શકાય.