તિરુવનંતપુરમમાં વી વી રાજેશને ૧૦૦માંથી ૫૧ વોટ
કેરળના રાજકારણમાં શુક્રવારે એક નવો સૂર્યોદૃય થયો છે. દૃાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા આ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચી દૃીધો છે.
ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં ૪૫ વર્ષીય વી.વી. રાજેશને કુલ ૫૧ મતો મળ્યા હતા, જેની સાથે જ ૧૦૦ સભ્યોની હાજરીવાળા ગૃહમાં ભાજપે બહુમતી માટે જરૂરી આંકડો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદૃવારને એક અપક્ષ કાઉન્સિલર એમ. રાધાકૃષ્ણનનું પણ મહત્ત્વનું સમર્થન પ્રાપ્ત થયું હતું. મતોના સમીકરણ પર નજર કરીએ તો, ભાજપના વી.વી. રાજેશને ૫૧ મત મળ્યા હતા, જ્યારે તેમની સામે લડી રહેલા ઝ્રઁૈંસ્ના આર.પી. શિવાજીને ૨૯ અને કોંગ્રેસ પ્રેરિત ેંડ્ઢહ્લના ઉમેદૃવાર કે.એસ. સબરિનાથનને માત્ર ૧૯ મતોથી સંતોષ માનવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરની શરૂઆતમાં યોજાયેલી મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપે ૧૦૦ માંથી ૫૦ બેઠકો જીતીને અગાઉથી જ પોતાની મજબૂત પકડ સાબિત કરી દૃીધી હતી.