Jai Hind

અરવલ્લી રેન્જ પર સુપ્રીમ કોર્ટનો પોતાના જ નિર્ણય પર સ્ટે

૧૦૦ મીટર ઉંચી પહાડીઓ જ અરવલ્લી ગણાશે ત્ોવો નિર્ણય મુલત્વી

પહાડ સંબંધિત રિપોર્ટ કે કોર્ટના જુના આદૃેશન્ો લાગુ કરતા પહેલાં નિષ્પક્ષ અન્ો સ્વતંત્ર તપાસ જરૂરી છે:ચીફ જસ્ટિસ: ગુજરાત સહિત ૪ રાજ્યો અન્ો કેન્દ્રન્ો નોટિસ:૨૧ જાન્યુઆરી સુધી ખાણ કામ બંધ

અરવલ્લી ગિરીમાળામાં ખનન સંબંધિત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો લેતા આજે સુનાવણી હાથ ધરાઈ. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વમાં જસ્ટિસ જે કે માહેશ્ર્વરી અને એજી મસીહ સહિત ત્રણ જજની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી. બેન્ચે સુનાવણી દૃરમિયાન નવેમ્બરમાં પોતાના દ્વારા જ અપાયેલા એક આદૃેશ પર હાલ રોક લગાવી છે.
કારણ કે કેટલાક સામાજિક કાર્યકરો અને વૈજ્ઞાનિકોનો એવો આરોપ હતો કે આ નિર્ણયથી નાજુક ઈકોસિસ્ટમના વિશાળ એવા વિસ્તારોમાં ખનનની મંજૂરી મળી શકે છે. આ સાથે જ સર્વે અને રિસર્ચ માટે એક નવી કમિટી બનાવવાની પણ વાત કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસે કહૃાું કે અરવલ્લી પહાડો સંલગ્ન રિપોર્ટ કે કોર્ટના જૂના આદૃેશને લાગૂ કરતા પહેલા એક નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ જરૂરી છે. જેથી કરીને કેટલાક મહત્વના સવાલોના જવાબ મળી શકે.