દિૃલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીન્ો માત્ર ૫૦ મીટર
યુપીની સ્કૂલોમાં રજા, એમપીથી ઝારખંડ સુધી તીવ્ર ઠંડી, પંજાબના એસબીએસ નગરમાં ૨.૪ ડીગ્રી તાપમાન
હિમાલયન વિસ્તારોમા થઇ રહેલી બરફ વર્ષા અન્ો દૃેશમાં ઉત્તર ભાગમાં ગાઢ ધુમ્મસ છવાતા, દૃેશના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનું જોર વધતા જનજીવન પર થયેલી માઠી અસર વચ્ચે ક્રિસમસની રજાઓ માણવા સિક્કિમ પહોંચેલા સહેલાણીઓ થીજી ગયેલા ત્સોમ્ગો લેક ખાત્ો નવેસરથી થયેલી બરફ વર્ષાનો આનંદૃ માણી રહૃાા છે.
દૃેશભરમાં હાલ હાડ થીજવતી ઠંડી અને શીતલહેરનો પ્રકોપ યથાવત્ છે. પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષા અને તાપમાનમાં મોટા ઘટાડાને કારણે મેદૃાની વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. સોમવારે સવારે દૃેશની રાજધાની દિૃલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જેના કારણે ઇન્દિૃરા ગાંધી ઇન્ટરનેશનલ (ૈંય્ૈં) ઍરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને માત્ર ૫૦ મીટર રહી ગઈ હતી, જેની સીધી અસર લાઇટ કામગીરી પર પડી છે. ઉત્તર ભારત ધુમ્મસની ચાદૃરમાં લપેટાયું ઉત્તર પ્રદૃેશ અને પંજાબમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રુજાવી દૃીધા છે. યુપીના આગ્રા, મેરઠ અને ગોરખપુર સહિત ૩૭ જિલ્લાઓમાં હવામાન વિભાગે અત્યંત ગાઢ ધુમ્મસનું ઍલર્ટ જાહેર કર્યું છે, તેમજ સ્કૂલોમાં રજા જાહેર કરી દૃેવામાં આવી છે. પંજાબના એસબીએસ નગરમાં લઘુતમ તાપમાન ૨.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં પણ પારો ૫થી ૬ ડિગ્રીની વચ્ચે રહૃાો હતો. હરિયાણાના રેવાડીમાં વિઝિબિલિટી એટલી ઓછી હતી કે ૧૦-૧૫ મીટર દૃૂર જોવું પણ મુશ્કેલ બન્યું હતું.
ઝારખંડ અને બિહારમાં સ્થિતિ ગંભીર ઝારખંડના પ્રવાસન સ્થળ મેક્લુસ્કીગંજમાં રવિવારે પારો ગગડીને ૦.૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર શીતલહેરની ઝપેટમાં આવી ગયો છે. બિહારમાં પણ પટના સહિત ૨૫ જિલ્લાઓમાં ’કોલ્ડ ડે’ જેવી સ્થિતિ સર્જાઈ છે. જહાનાબાદૃ, ગયા અને બક્સર જેવા વિસ્તારોમાં ભીષણ ઠંડીને કારણે લોકો ઘરમાં કેદૃ રહેવા મજબૂર બન્યા છે. રાજસ્થાનના પણ મોટાભાગના શહેરોમાં તાપમાન િંસગલ ડિજિટમાં નોંધાયું છે.
૩૦ ડિસેમ્બર: પંજાબ, હરિયાણા, યુપી અને બિહાર સહિતના રાજ્યોમાં ઠંડીનું જોર યથાવત રહેશે અને સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.
૩૧ ડિસેમ્બર: ધુમ્મસમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ મધ્યમ ઠંડી ચાલુ રહેશે.
૧ જાન્યુઆરી (નવું વર્ષ): નવા વર્ષના પ્રારંભે પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા અને હળવા વરસાદૃની આગાહી કરવામાં આવી છે, જ્યારે મેદૃાની વિસ્તારોમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે.