Jai Hind

અર્નાકુલમ જતી ટ્રેનના બે કોચ ભડભડ સળગ્યા : ૧૫૦થી વધુ યાત્રીકોનો ચમત્કારીક બચાવ

નવી દિૃલ્હી: આંધ્રપ્રદૃેશમાં વિશાખાપટ્ટનમ પાસે ટાટાનગર-અર્નાકુલમ એકસપ્રેસ ટ્રેનમાં આગ લાગતા જબરી અફડાતફડી થઈ હતી જેમાં એક પ્રવાસીનું મૃત્યુ થયુ છે. વિશાખાપટ્ટનમની બનેલી આ ઘટના યલમેયલી પાસે બની હતી.
રાત્રીના ૧૨.૪૫ વાગ્યે આ ઘટના બની હતી. જેમાં ટ્રેનની કેટલીક બોગીઓ આગમાં લપેટાઈ હતી. બે કોચ જેમાં આગની વધુ અસર હતી. તેમાં એક કોચમાં ૮૨ અને બીજા કોચમાં ૭૬ મુસાફરો હતા. મોટાભાગના રાત્રીના ઉંઘમાં હતા. આગનો ખ્યાલ આવતા તુર્તજ ટ્રેનના પાઈલોટે ટ્રેન રોકી દૃીધી હતી. જેના કારણે મુસાફરોને કોચમાંથી ઉતરવામાં સમય મળી ગયો હતો. જો કે તેમ છતાં એક યાત્રીકનું શબ મળ્યું છે. બાદૃમાં નજીકથી ફાયરબ્રિગેડ પહોંચે તે પુર્વે બન્ને કોચ પુરી રીતે સળગી ગયા હતા.
આ દૃુર્ઘટનાના કારણે ટ્રેન વ્યવહારને મોટી અસર થઈ છે તથા રાહત ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. આગ લાગવાના કારણોની તપાસ શરુ થઈ છે.