Jai Hind

નવા વર્ષે ૪ મુખ્ય ધાર્મિક સ્થળોએ લાખો શ્રધ્ધાળુઓ ઉમટશે

આજે સાંઇ મંદિૃર આખી રાત દૃર્શન માટે ખુલ્લુ રહેશે

અયોધ્યા, વૈષ્ણોદૃેવી, તિરૂપતિ બાલાજી અને શિરડી સાંઈ મંદિૃર મેનેજમેન્ટ એલર્ટ

દૃેશના ચાર મુખ્ય ધાર્મિક સ્થળો તિરૂપતિ, અયોધ્યા, શીરડી અને વૈશ્ર્નોદૃેવી ખાતે ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી દૃરમિયાન આશરે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિૃરોમાં વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ તમામ ધાર્મિક સ્થાનોના મેનેજમેન્ટે શ્રદ્ધાળુઓની મોટી સંખ્યાને નિયંત્રિત કરવાના પગલાં અત્યારથી લેવાના શરૂ કરી દૃીધા છે.આંધ્ર પ્રદૃેશ સ્થિત તિરુપતિ મંદિૃરમાં ૩૦ ડિસેમ્બરથી ૧૦ દિૃવસીય વૈકુંઠ એકાદૃશી ઉત્સવ શરૂ થવાનો છે. આ દૃરમિયાન ૧ જાન્યુઆરી એટલે કે નવા વર્ષનો પ્રથમ દિૃવસ પણ આવતો હોવાથી તિરુમલા તિરુપતિ દૃેવસ્થાનમ બોર્ડ દ્વારા ભીડના મેનેજમેન્ટ માટે વ્યાપક યોજના તૈયાર કરવામાં આવી છે. બોર્ડના એક સભ્યે જણાવ્યું કે ૨૪થી ૨૬ ડિસેમ્બર દૃરમિયાન અહીં આશરે ૨ લાખ ભક્તો આવ્યા હતા, તેથી ૨૯થી ૩૧ ડિસેમ્બર માટે ૧.૮૯ લાખ દૃર્શન ટોકન જારી કર્યા બાદૃ કાઉન્ટરો બંધ કરી દૃેવાયા છે.૩૦ ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધી માત્ર તે જ તીર્થયાત્રીઓને દૃર્શનની મંજૂરી મળશે, જેમના પાસે એડવાન્સ બુિંકગવાળો માન્ય ટોકન હશે. મહારાષ્ટ્રના શિરડીમાં સ્થિત સાંઈ બાબાના મંદિૃરમાં આ વર્ષે આશરે ૬ લાખ ભક્તો પહોંચવાની સંભાવના છે. તેથી સાઈ બાબા સંસ્થાને નિર્ણય કર્યો છે કે ૩૧ ડિસેમ્બરે સાંઈ મંદિૃર આખી રાત ખુલ્લું રહેશે. નવાં વર્ષ માટે માતા વૈષ્ણો દૃેવી મંદિૃરમાં ‘ઝીરો ટોલરન્સ ભીડ વ્યવસ્થાપન યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ અંતર્ગત ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરી માટે કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.કટરા પહોંચતા તમામ શ્રદ્ધાળુઓના દૃસ્તાવેજોની તપાસ પોલીસ દ્વારા હોટેલમાં જ કરવામાં આવી રહી છે. યોગ્ય ઓળખ દૃસ્તાવેજો હોવા પર જ રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ આપવામાં આવશે.રામનગરી અયોધ્યા નવાં વર્ષથી ૧૦ દિૃવસ અગાઉથી જ લગભગ ભરાઈ ચૂકી છે. દૃરરોજ આશરે ૧ લાખ શ્રદ્ધાળુઓ રામલલ્લાના દૃર્શન માટે આવી રહૃાા છે. ૩૧ ડિસેમ્બર અને ૧ જાન્યુઆરીએ આશરે ૨ લાખ શ્રદ્ધાળુઓ પહોંચવાની સંભાવના છે.